શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા રૂ. ૫,૫૫,૫૫૫ નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાયો

  • સુરત અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ બાળકોના પરિવારોને સહાય પેટે આ રકમ મંદિર ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવેલ છે…

વડતાલ,

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા આજરોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને પાંચ લાખ પંચાવન હજાર પાંચસો પંચાવન પુરાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યો. સુરત અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ બાળકોના પરિવારોને સહાય પેટે આ રકમ મંદિર ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવેલ છે; જેમાં મંદિરના મુખ્યકોઠારીશ્રી ઘનશ્યામ સ્વામી; ચેરમેન દેવ સ્વામી; નૌતમ સ્વામી; બાપુ સ્વામી; ડો સંત સ્વામી; ઘનશ્યામ ભગત તથા ચેતન રામાણી, પંકજભાઈ દેસાઈ, દેવુસિહ ચૌહાણ, મીતેષભાઈ પટેલ આણંદ વગેરે ઊપસ્થિત રહ્યા હતા.