શ્રી પી.એમ.પટેલ કોલેજ ઓફ એજ્યુ. (બી.એડ.)માં ગણેશ ચતુર્થી નિમિત્તે રંગોળી સ્પર્ધા…

આણંદ : ભાદરવા સુદ ૪ થી અનંત ચતુર્દશી સુધી દસ દિવસ ભારતભરમાં ગણેશોત્સવ ઉજવાય છે. આપણી વૈવિધ્ય સભર ભારતીય સંસ્કૃતિજ આપણને એકબીજા સાથે પ્રેમભાવે જોડી રાખે છે. શિક્ષણની સાથે સંસ્કૃતિ સાથે પણ વિધાર્થીઓને જોડી રાખવાના એક પ્રયાસ સ્વરૂપે શ્રી પી.એમ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન(બી.એડ.),માં તા.૦૯/૦૯/૨૦૧૯ સોમવારના રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
૨૦ તાલીમાર્થી ભાઈ-બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને દેવાધિદેવ શ્રી ગણેશના અનોખા રૂપને પોતાની હસ્તકલામાં પ્રદર્શિત કર્યા અને તેમની કૃતિઓમાં શ્રી ગણેશજીના અનેક સ્વરૂપોના દર્શન કરાવ્યા. સ્પર્ધા અંતર્ગત પ્રથમ ક્રમે વૃશાલી એસ.પ્રજાપતિ,દ્વિતીય ક્રમે સિમોની એસ.થોરિયા અને તૃતીય ક્રમે વિશાલ એમ.પરમાર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન અધ્યાપિકા હીનાબેન પરમાર તેમજ ફરહીનબેન રાઠોડે કર્યું હતું.

આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના પ્રમુખશ્રી બિપીનચંદ્ર પી.પટેલ(વકીલ), સી.ઇ.ઓ પાર્થ બી.પટેલ, રજીસ્ટ્રાર ઈશિતા પી.પટેલ, કોલેજના ઉપ-આચાર્યશ્રી હરિહર પટેલ અને સર્વે અધ્યાપક્ગણે બી.એડ.ની પ્રવૃતિને બિરદાવી હતી.