શ્રીલંકા આતંકી હુમલામાં સામે આવ્યું પાકિસ્તાની કનેક્શન, 9 પાકિસ્તાનીની ધરપકડ

શ્રીલંકાના કોલંબોમાં ગયા રવિવારના રોજ થયેલા આતંકી હુમલામાં મરનારાની સંખ્યા 400ને પાર પહોંચી ગઇ છે. આ મામલે કોલંબો પોલીસે ગુરુવારના રોજ એક મોટી કાર્યવાહી અંતર્ગત પાકિસ્તાનના 9 નાગરિકોની ધરપકડ કરી હતી. આરોપ છે કે, આ લોકોએ આતંકીઓને બોમ્બ બનાવવાનો સામાન અન્ય અન્ય સુવિધા પૂરી પાડી હતી.

રિપોર્ટ મુજબ હાલમાં આ તમામ 9 પાકિસ્તાની નાગરિકોની અલગ-અલગ પૂછપરછ ચાલી રહી છે. આ પહેલા ગુરુવારના રોજ સવારે પણ શ્રીલંકાની રાજધાની કોલંબોથી 40 કિલોમીટર દૂર પુગોડા વિસ્તારમાં એક ધમાકાનો અવાજ સંભળાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, એ હુમલામાં કોઇ જાનહાની નથી થઇ.

શ્રીલંકાના આતંકી હુમલાની તપાસમાં દરરોજ કોઇ ને કોઇ નવો ખુલાસો થઇ રહ્યો છે. શ્રીલંકન સરકારના મંત્રી લક્ષ્મણ કિરિયેલ્લાએ પોતાની ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓ પર જ સવાલ ઉભા કરી દીધઆ હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, 9 આત્મઘાતી હુમલાવરમાં 1 મહિલા પણ હતી. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(ISI)એ લીધી છે.