શ્રીનગરમાં આતંકવાદીઓનો પોલીસ પાર્ટી પર ગોળીબાર, એક જવાન સહિત બેને ઈજા…

શ્રીનગર : રવિવારે શ્રીનગરના હવાલ વિસ્તારમાં આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં એક પોલીસ અને નાગરિક સહિત બે લોકોને ઈજા પહોંચી છે. પોલીસના જણાવ્યા મુજબ રવિવારે સવારે હવાલ ચોક વિસ્તારમાં આતંકવાદીઓએ ખુલ્લેઆમ ગોળીબાર કર્યો હતો.
પોલીસ પાર્ટી પર કરવામાં આવેલા ગોળીબારમાં એક પોલીસ જવાન તેમજ એક નાગરિકને ઈજા પહોંચી છે. ઘાયલોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
હુમલા બાદ આતંકવાદીઓની સઘન શોધખોળ માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો.