શેરબજારમાં તેજી : સેન્સેક્સ ૩૬૨ અંક વધી ૩૮,૦૦૦ને પાર

નિફ્ટી ૯૮.૫૦ના વધારા સાથે ૧૧૨૦૦ની સપાટીએ…

મુંબઇ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત અર્થતંત્રને ટેકો આપવા માટે મધ્યમ વલણ લીધા બાદ સ્થાનિક શેરબજારમાં વેગ પકડ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ના ગવર્નર શકિતિકંતા દાસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પછી શેરબજારમાં વધારો જોવા મળ્યો.
બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઇન્ડેક્સ સેન્સેક્સ ૦.૯૬ ટકા વધીને ૩૬૨૫.૪૫ પોઇન્ટ સાથે ૩૮૦૨૫.૪૫ પર બંધ રહ્યો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૦.૮૯ ટકાના વધારા સાથે એટલે કે ૯૮.૫૦ પોઇન્ટના વધારા સાથે ૧૧૨૦૦.૧૫ ના સ્તરે બંધ રહ્યો હતો.
મોટા શેરોની વાત કરીએ તો આજે ટાટા સ્ટીલ, ઇન્ફોસીસ, ગેઇલ, યુપીએલ, બજાજ ફાઇનાન્સ, ઝી લિમિટેડ, જેએસડબ્લ્યુ સ્ટીલ, એચસીએલ ટેક અને ટીસીએસ લીલા નિશાન પર બંધ થયા છે. અદાણી પોર્ટ, શ્રી સિમેન્ટ, એમ એન્ડ એમ, ડોક્ટર રેડ્ડી, એક્સિસ બેંક, ભારતી એરટેલ, એલએન્ડટી, બજાજ ઓટો અને એસબીઆઈના શેર લાલ નિશાન પર બંધ થયા છે.
સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, ટીસીએસ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ ૩.૮૨ ટકા વધીને ૪૦૦.૫૫ પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ ૨.૬૦ ટકા વધીને ૯૬૯.૨૦ પર બંધ રહ્યો હતો. જોકે એમએન્ડએમ, ભારતી એરટેલ, લાર્સન, એક્સિસ બેન્ક, બજાજ ઓટો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એમએન્ડએમ ૦.૭૫ ઘટીને ૬૦૯.૫ પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ ૦.૬૦ ટકા ઘટીને ૫૫૫.૫૦ પર બંધ રહ્યો હતો.