શેરબજારમાં કડાકો : સેન્સેક્સ ૩૦૬ અંક ગબડી ૩૮૦૩૧ની સપાટીએ…

People look at a screen displaying the Sensex results on the facade of the Bombay Stock Exchange (BSE) building in Mumbai, India, December 11, 2018. REUTERS/Francis Mascarenhas - RC122DC039F0

મુંબઇ,
આજે દિવસના અંતે શેરબજારમાં જબરદસ્ત કડાકો થયો છે. જેમાં બીએસઇના ૩૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ -૩૦૫.૮૮ પોઇન્ટ ઘટીને ૩૮,૦૩૧.૧૩ની સપાટીએ બંધ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી -૭૩.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૧,૩૪૬.૨૦ પર બંધ થયું છે. ગ્લોબલ બજારમાં મળેલા નબળા સંકેતોથી આજે ભારતીય શેર બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વેપારની શરૂઆતમાં સેન્સેક્સ ૩૭૩.૬૬ અંક એટલે કે ૦.૯૭ % ઘટીને ૩૭,૯૬૩.૩૫ પર અને નિફ્ટી ૧૦૫ અંક એટલે કે ૦.૯૨ % ઘટીને ૧૧,૩૧૩ પર ખુલ્યો હતો.

વેપારમાં દિગ્ગજ શેરની સાથે સ્મોલકેપ અને મિડકેપ શેરમાં ઘટાડો જાવા મળ્યો હતો. મ્જીઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૪ % અને મિડકેપ ઈન્ડેક્સ ૦.૫૮ % ઘટીને વેપાર કરી રહ્યો હતો.

બેંક શેરમાં પણ ઘટાડો જાવા મળ્યો હતો. નિફ્ટીના ફાર્મા ઈન્ડેક્સમાં ૦.૧૩%નો ઘટાડો જાવા મળ્યો હતો. બેંક નિફ્ટી ઈન્ડેક્સ ૨૦૭ અંક ઘટીને ૨૯૫૬૨ના સ્તરે વેપાર કરી રહ્યો હતો. તો, ઈન્ડેક્સ ૦.૧૩ % ઘટાડા સાથે વેપાર કરી રહ્યો હતો. શુક્રવારે પણ ઓટોમોબાઇલ અને બેન્કિંગ કંપનીઓના શેરોમાં ભારે વેચવાલીથી સેન્સેક્સમાં ઘટાડો થયો હતો.