શેરડીના ખેતરમાં દીપડાનું બચ્ચું મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ

માંડવી તાલુકાના રોસવાડ ગામે રાત્રી દરમિયાન શેરડીના ખેતરમાંથી મૃત દીપડું બચ્ચું મળી આવ્યું હતું. બચ્ચાના મોત પાછળ કદાવર દીપડાએ હુમલો કર્યો હોવાનું વનવિભાગના અધિકારીઓ જણાવે છે. મૃતક બચ્ચાનું પી.એમ કરાવી વિશેરા ફોરેન્સક લેબમાં મોકલવામાં આવ્યા છે. જેના રીર્પોટ આધારે મોતનું સાચુ કારણ જાણી શકાશે.
જુના રોસવાડ ગામે સુરતના ખેડૂતના શેરડીના ખેતરમાં મૃત હાલતમાં દીપડાનું બચ્ચું હોવાનું ઘલા ગામના જીવદયા પ્રેમી યોગેશભાઈને જાણ થઇ હતી. ખોડંબા રાઉન્ડ ફોરેસ્ટને જાણ કરી હતી, જેથી માંડવી વન વિભાગના ઇ.ચાર્જ ફોરેસ્ટર નેહાબેન તેમજ બીટ ગાર્ડ નીલમબેન, ઉષાબેન રાત્રેજ સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થળ પર જતાં સાડા પાંચ માસનું દીપડાનું મૃત બચ્ચું હતું. દીપડાનું બચ્ચું ઇનર ફાઇટમાં મોત થયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. અને ત્રણ દિવસ પહેલાં મોત થયું હોવાનું સામે આવ્યું હતું.