‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં પણ આયુષ્માન ખુરાના લીડ રોલમાં ચમકશે

પ્રોડ્યૂસર અને એક્ટર આનંદ એલ. રાય અને આયુષ્માન ખુરાનાનો હિટ ડ્યુઓ ફરી એક મૂવીમાં સાથે કામ કરશે. ૨૦૧૭માં આવેલી ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ બાદ હવે તેઓ તેની સિક્વલ બનાવશે. સિક્વલનું નામ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ છે. આ ફિલ્મનો સબ્જેક્ટ હોમોસેક્સ્યુઆલિટી હશે. ‘કલર યેલો પ્રોડક્શન્સ’ના પ્રોડ્યૂસર આનંદ રાય, જે ‘તનુ વેડ્‌સ મનુ’, ‘હેપ્પી ભાગ જાયેગી’ જેવી ફિલ્મોની ફ્રેન્ચાઇઝી ધરાવે છે, તે હવે ‘શુભ મંગલ સાવધાન’ની પણ સિક્વલ બનાવવા જઈ રહ્યા છે. પહેલી ફિલ્મને મળેલી સફળતા બાદ આનંદ રાયે ફિલ્મને ફ્રેન્ચાઇઝીમાં કન્વર્ટ કરવાનો નિર્ણય લીધો જે ટેબૂ ગણાતાં સબ્જેક્ટને હળવી સરળ રીતે બતાવશે. આ રોમકોમ ફિલ્મને હિતેશ કેવલ્ય ડિરેક્ટ કરશે. આ ફિલ્મ ૨૦૨૦માં શરૂઆતમાં રિલીઝ થશે.
ફિલ્મની કાસ્ટંગ પર હાલ કામ ચાલી છે. ફિલ્મને લઈને આયુષ્માને જણાવ્યું કે, ‘આ એક સરસ સ્ટોરી છે જે ઓડિયન્સના દિલને સ્પર્શી જશે અને તેમના ચહેરા પર સ્માઈલ છોડી જશે. લાંબા સમય બાદ મે વાંચેલી બ્રિલિયન્ટ ફિલ્મોમાંની આ એક ફિલ્મ છે જે સમલૈંગિકતા જેવા વિષયને ખૂબ જ સંવેદનશીલ રીતે હેન્ડલ કરે છે.’