શું ૧૦ વર્ષ બાદ દેશના વડાપ્રધાન રહેલ મનમોહનસિંહ રાજ્યસભામાં આઉટ થશે..!?

સતત ૧૦ વર્ષ દેશના વડાપ્રધાન રહેલા મનમોહન સિંહને રાજ્યસભાથી બહાર રહેવું પડી શકે છે. ઉપલા ઉગ્રમાં તેમનું સભ્યપદ જૂનમાં સમાપ્ત થઇ  છે. મનમોહન સિંહનો ૬ વર્ષનો વર્તમાન કાર્યકાળ ૧૪ જૂનના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. તેઓ પાંચ વખતથી ઉચ્ચ સદનના સભ્ય છે.
ચૂંટણી પંચે આસામથી રાજ્યસભાની ૨ સીટ ભરવા ૭ જૂનના રોજ ચૂંટણીની જાહેરાત કરી છે. એક બેઠકનું પ્રતિનિધિત્વ મનમોહન સિંહ કરી રહ્યાં છે. જ્યારે બીજી સીટનું પ્રતિનિધિત્વ એસ કુજૂર કરી રહ્યાં છે. કુજૂર કોંગ્રેસના જ સભ્ય છે.
પરંતુ હવે આસામમાં ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ પાસે એટલી સંખ્યા નથી કે, તેઓ ફરીથી મનમોહનસિંહને રાજ્યસભામાં મોકલી શકે. આ અટકળો વચ્ચે ભાજપ ખાલી થતી સીટમાંથી એક સીટ કેન્દ્રીય મંત્રી અને એલજેપીના નેતા રામવિલાસ પાસવાનને આપી શકે છે. પાસવાન પણ આ વખતે લોકસભા ચૂંટણી નથી લડી રહ્યાં.
સૂત્રોનું કહેવું છે કે, જા પાર્ટી મનમોહન સિંહને વધુ એક કાર્યકાળ આપવાનો નિર્ણય કરશે તો તેમને રાજ્યસભાના કેટલાક સભ્યોની સામાન્ય ચૂંટણઓમાં જીત પછી ખાલી જગ્યાઓમાંથી એક લેવામાં આવશે. જુલાઇમાં રાજ્યસભાની ૬ સીટ તમિલનાડુથી ખાલી થઇ રહી છે. જા પાર્ટી ઇચ્છે તો ડીએમકે ત્યાંથી મનમોહન સિંહને એક સીટ આપી શકે છે. જા આમ ના થાય તો મનમોહન સિંહે એપ્રિલ ૨૦૨૦ સુધી રાહ જાવી પડી શકે છે.
દેશભરમાં જુદા જુઉદા રાજ્યોમાં ૫૫ સીટ ખાલી થશે. તમાંથી કેટલીક સીટો કોંગ્રેસને મળી શકે છે. બંને ખાલી જગ્યા ભરવા માટે પંચે ૭ જૂનના રોજ ચૂંટણીની જાહેરાત કરી છે. તેના માટે ૨૧ મેના રોજ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મતગણતરી તે દિવસે જ થશે.