શું પાકિસ્તાન ના વડાપ્રધાન ઇમરાન ખાન ઈચ્છે કે ભારત મા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા જોઈએ?

એકબાજુ નરેન્દ્રભાઇ અને ભાજપ ના મંત્રી ઓ દ્વારા એવી વાતો કરવા માં આવે છે કે ભાજપ હારસે તો પાકિસ્તાન માં ફટાકડા ફૂટશે ત્યાં વિજય ઉત્સવ મનાવશે, આપના ગુજરાત ના મુખ્ય મંત્રી દ્વારા તો દરેક તેમના દરેક ભાષણ માં એક વાર તો એવું કહેવામાં જ આવે છે કે મિત્રો ભાજપા હારસે તો લાહોર સુધી ફટાકડા ફૂટશે, આ વાત કોઈ જૂની નથી તમે સાંભળી જ હશે, ત્યારે આવો જાણીએ પાકિસ્તાન ના વડાપ્રધાન ઘ્વારા તો એવી અપીલ કરવા માં આવી કે નરેન્દ્રભાઈ મોદી ને વિજયી બનાવો, કેમ એમને ડર લાગે છે કૉંગ્રેશ થી સુ એમને બીક સતાવી રહી છે.કોંગ્રેસ ની પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને કોંગ્રેસ પર ભરોસો નથી. તેઓ ઈચ્છે છે કે લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીને જીત મળે. ઈમરાન ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતમાં લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન ચાલુ થઈ ગયું છે. અહીં એ સમજવું જરૂરી છે કે ઈમરાન ખાનનું હ્રદય પરિવર્તન થયું નથી. તેમણે આ નિવેદન કૂટનીતિક સ્તરે આપ્યું છે.

ઈમરાન ખાનનું માનવું છે કે જો મોદી સરકાર ફરી સત્તામાં આવી તો ભારત સાથે શાંતિ વાર્તા અને કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવવાની સંભાવના વધુ રહેશે. ખાને વિદેશી પત્રકારોને આપેલા એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે જો ભાજપ જીતશે તો કાશ્મીર પર કોઈ પ્રકારના સમાધાન પર પહોંચી શકાશે તેમણે કહ્યું કે અન્ય પક્ષોને કાશ્મીર મુદ્દે સમાધાન કરવાના મામલે દક્ષિણ પંથી પ્રતિક્રિયાનો ડર રહેશે. ખાને કહ્યું કે બંને દેશો વચ્ચે કાશ્મીર એક મુખ્ય મુદ્દો છે.