શું તમે જાણો છો ? ચાલુ વાહનની ચાવી કાઢી ન શકે પોલીસ : સત્તા માત્ર દંડની રસીદ આપવાની છે

પોલીસ વાહન ચાલકનો હાથ પણ પકડી ન શકે…

નવી દિલ્હી,

જો તમે પોતાના ટુ વ્હીલર દ્વારા કોઇ ચેકીંગ પોઇંટ સામેથી નીકળી રહ્યા હો અને કોઇ પોલીસ કર્મચારી તમને ચેકીંગ માટે રોકવા હાથ પકડે અથવા ચાલુ ગાડીની ચાવી ખેંચવાનો પ્રયાસ કરે તો તે ખોટું છે. તમે તે અંગે ફરીયાદ પણ કરી શકો છો.

જણાવી દઇએ કે સામાન્ય પરિસ્થિતિમાં ટ્રાફીક પોલીસને ફકત એટલોજ અધિકાર છે કે તે તમને ઇશારો કરીને રોકી શકે છે તેના સિવાય તે કોઇ પણ પ્રકારની જબરદસ્તી તમારી સાથે ન કરી શકે. શહેરમાં વાહન ચાલકો માટે જયારે પણ નિયમોના પાલનની વાત નિકળે એટલે સૌથી પહેલા દંડની વાત થાય છે પણ કેટલાક નિયમો એવા પણ હોય છે જે વાહન ચલાવનારની મદદ માટેના છ.ે જેટલી દંડની રકમની માહિતી હોવી જરૂરી છ.ે એટલી જ જરૂરી આ નિયમોની જાણ હોવી તે પણ છે રસ્તા પર વાહન ચલાવતા હોય ત્યારે સૌથી વધુ ઝઘડા પોલીસ દ્વારા ચાલુ વાહને ચાવી ખેંચી લેવાના અથવા હાથ પકડીને રોકવાની ઘટનાઓ અંગેના હોય છે. જેના લીધે વાહન ચાલકનો અકસ્માત પણ થઇ શકે છ.ે શહેરોમાં ઘણી વાર જોયું હશે કે હવાલદાર અથવા આસી સબ ઇન્સ્પેકટર કક્ષાના પોલીસ કર્મચારી રસીદનો દટ્ટો પકડીને કાર્યવાહી કરતા હોય છે. પણ એ પણ તમારા અધિકાર માટે જાણવું જરૂરી છે. કે કોઇપણ ચેકીંગ પોઇંટ પર સબ ઇન્સ્પેકટર અથવા તેનાથી ઉપરનો અધિકારી જો દંડ કરે તો તે બરાબર છે પણ સબ ઇન્સ્પેકટરથી નીચેની રેંકના પોલીસ કર્મચારી રસીદ ન આપી શકે. એટલે કોઇ પણ ચેકીંગ પોઇંટ જયાં ટ્રાફીક પોલીસ વાહન ચાલકોને ટ્રાફીકના નિયમના ભંગ બદલ રસીદની કાર્યવાહી થતી હોય ત્યાં ઇન્ચાર્જમાં સબ ઇન્સ્પેકટર અથવા તેનાથી ઉંચી રેંકના અધિકારીની હાજરી જરૂરી છ.ે