શું આણંદ-ખેડા જિલ્લા વહીવટી તંત્ર વધુ એક સુરત જેવા અગ્નિકાંડની રાહ જુએ છે..?! લોકમુખે ચર્ચાતો સવાલ

  • આણંદ શહેરમાં ઠેર-ઠેર ચાલતા ટ્યુશન ક્લાસીસ તથા ખાનગી શાળાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળે છે, તો જિલ્લા વહીવટી તંત્ર વધુ એક સુરત જેવા અગ્નિકાંડની રાહ જુએ છે..?! લોકમુખે ચર્ચાતો સવાલ

  • ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા આવા ટ્યુશન ક્લાસિસ પર સર્ચ કરીને નોટિસો આપવામાં આવી રહી છે

નડિયાદ : સુરતમાં બનેલ અગ્નિકાંડની ઘટના બાદ ખેડા જિલ્લા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ખેડામાં ચાલતા ટ્યુશન કલાસીસ, સ્કૂલ સહીત વિવિધ વિસ્તારોમાં ફાયરને લગતું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ અને પાલિકાના અધિકારી દ્વારા નડિયાદ પારસ સર્કલ પાસે આવેલ સીટી પોઈન્ટ, કોલેજ રોડ, પેટલાદ રોડ પર આવેલ અલગ અલગ ચાલતા ટ્યુશન કલાસીસમાં જઈને ટયુશન કલાસને નોટિસ આપવામાં આવી છે, અને હાલ તમામ ટ્યુશન કલાસને બંધ કરાવવવામાં આવ્યા છે.

નડિયાદ શહેરમાં આવેલ મોટા ભાગના ટયુશન કલાસીસમાં કોઈ જ ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા ન હતા, હવે સવાલ એ થાય છે કે, શુ ખેડા જિલ્લા વહીવટી તંત્ર પણ વધુ એક સુરત જેવા અગ્નિકાંડની રાહ જુએ છે. નડિયાદ નગરપાલિકા અને ફાયર બ્રિગેડ દ્વારા જો 7 દિવસમાં ફાયર સેફટી ના લગાવવામાં આવે તો આ તમામ ટ્યુશન કલાસીસને સીલ કરવામાં આવશે.

ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા આવા ટ્યુશન ક્લાસિસ પર સર્ચ કરીને નોટિસો આપવામાં આવી રહી છે. જે ટ્યુશન ક્લાસિસ પાસે ફાયર સેફ્ટી નહીં હોય તેવા ટ્યુશન ક્લાસિસ હાલ બંધ કરાવવામાં આવ્યા છે.