શિવસેના અધ્યક્ષનું વિવાદાસ્પદ નિવેદન બેટા રાહુલ ગાંધી,હિન્દુસ્તાનમાં નામર્દો માટે કોઇ જગ્યા નથીઃ ઉદ્ધવ ઠાકરે

કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ વિવાદિત નિવેદન આપ્યું છે. મહારાષ્ટÙના બુલઢાણામાં સભાને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ કÌšં કે “બેટા રાહુલ ગાંધી, હિંદુસ્તાનમાં નામર્દોની માટે કોઈ જગ્યા નથી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ એનસીપી અધ્યક્ષ શરદ પવાર પર પણ આકરા પ્રહારો કર્યાં હતા.
બુલઢાણામાં ભાજપ-શિવસેના ગઠબંધનના ઉમેદવાર માટે વોટ માંગતા ઉદ્ધવ ઠાકરેએ કÌšં કે શરદ પવારને શરમ નથી આવતી. ઉદ્ધવ ઠાકરેએ લોકોને પુછ્યું કે શું દેશદ્રોહીઓને પોતાની નજીક રાખનારાઓને તમે ચૂંટશો ? આ સીટ પર વર્તમાન સાંસદ પ્રતાપરાવ ગણપતરાવ જાધવ માટે મત માંગવા ઉદ્ધવ ઠાકરેએ રેલી કરી હતી. આ દરમિયાન ભાજપના એક પણ દિગ્ગજ નેતા મંચ ન હતા.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટÙમાં શિવસેના અને ભાજપનું ગઠબંધન છે. લોકસભા ચૂંટણીમાં શિવસેના ૨૩ અને ભાજપ ૨૫ બેઠક પર ચૂંટણી લડશે. જ્યારે વિધાનસભા ચૂંટણીમાં ૫૦-૫૦ની ફોર્મૂલા છે.