શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે માટે ખરાબ સમાચાર

vibhavaridave.in

ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી વિભાવરીબેેન દવે સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધવામા આવી છે. ભાવનગરથી ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી વિભાવરીબેેન દવેએ 23 એપ્રિલના રોજ ભાવનગરમાં મતદાન કર્યા બાદ બુથથી બહાર આવીને ‘ મોદી હૈ તો મુમકીન હૈ’ ના નારા લગાવ્યાં હતા. તેઓ આ નારા લગાવી રહ્યાં હતા એ સમયે કેટલાક લોકોએ ત્યાં ઉપસ્થિત કેટલાક લોકોએ તેમના નારા વીડિયોમાં રેકોર્ડ કર્યા હતા. આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિભાવરીબેેન દવે મુશ્કેલીમાં મૂકાયા છે.

ભાવનગરના GST ઇન્સ્પેક્ટરે શિક્ષણ મંત્રી વિભાવરીબેેન દવે સામે ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આદર્શ આચાર સંહિતાના ભંગનીફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે 23 એપ્રિલના રોજ ગુજરાતની 26 બેઠકો સહિત દેશની 117 બેઠકો પર મતદાન યોજવામા આવ્યું હતું. શિક્ષણ મંત્રી વિભાવરીબેેન દવેએ ભાવનગર લોકસભા બેઠક પર પોતાનું મતદાન કર્યું હતું. બુથની બહાર આવીને તેમણે નારા લગાવ્યાં હતા. વિભાવરીબેેન દવે એ મતદાન કર્યું હોવાની નિશાની બતાવતાં ‘ મોદી હૈ તો મુમકીન હૈ’ ના નારા લગાવ્યા હતા.