શાહરૂખ ખાને ૧૩.૩૨ કરોડમાં ખરીદ્યું હતું ‘મન્નત’, હવે કિંમત થઈ ૨૦૦ કરોડ…

આ બંગલાનો ઢાંચો ૨૦મી સદીના ગ્રેડ ૩ હેરિટેજનો છે અને આ બધી તરફથી ખુલે છે…

મુંબઇ,

ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનના ઘરનું નામ મન્નત છે અને જયારે તેણે આ ઘર ખરીદ્યું ત્યારે તેની કિંમત ફકત ૧૩.૩૨ કરોડ રૂપિયા હતી પણ આજે આ ઘરની કિંમત ૨૦૦ કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. આ ઘરને ડિઝાઇન શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને કર્યું છે, નોંધનીય છે કે ગૌરી એક ઇન્ટિરિયર ડિઝાઇનર છે. આ ઘરનું પહેલું નામ વિલા વિએના હતું. આ બંગલાને પહેલા શૂટિંગ માટે ભાડે આપવામાં આવતું હતું અને આ દ્યરમાં સની દેઓલની ફિલ્મ નરસિમ્હાનું કલાઇમેકસ પણ શૂટ કરવામાં આવ્યું છે. તેની સાથે જ આ બંગલામાં ગોવિંદાની ફિલ્મ શોલા ઓર શબનમની પણ શૂટિંગ થઈ છે.

શાહરુખ ખાને જયારે આ બંગલો ખરીદ્યો ત્યારે તેની કિંમત ૧૩.૩૨ કરોડ રૂપિયા હતી. હવે આ ઘરની કિંમત ૨૦૦ કરોડ રૂપિયા કહેવામાં આવી રહી છે. આ બંગલાનો ઢાંચો ૨૦મી સદીના ગ્રેડ ૩ હેરિટેજનો છે અને આ બધી તરફથી ખુલે છે. આ ઘરમાં કુલ પાંચ બેડરૂમ છે. આ સિવાય મલ્ટીપલ લિવિંગ એરિયા, એક જિમ્નેજિયમ અને લાઇબ્રેરી જેવી સુવિધાઓ પણ આમાં ઉપલબ્ધ છે.