શાહરૂખ ખાનની ’પઠાણ’ પહેલા જ્હોને ’એટેક’નું શૂટિંગ શરૂ કર્યું…

9

મુંબઈ : જ્હોન અબ્રાહમ બેક ટૂ બેક ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો છે. તાજેતરમાં તેણે ફિલ્મ ’સત્યમેવ જયતે ૨’ નું શૂટિંગ પૂરું કર્યું છે. અગાઉ જ્હોન ફિલ્મ ’પઠાણ’ શરૂ કરવાનો હતો. પરંતુ હવે તેણે ફિલ્મ ’એટેક’ પહેલા શરૂ કરી દીધી છે. ફિલ્મના પ્રોડ્યુસર અજય કુમારના જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ઘણા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ જ્હોને બે દિવસ પહેલા તેને ફરીથી શરૂ કર્યું છે. અત્યારે તેણે પોતાના પાત્રા સંબંધિત કેટલાક પાસાઓ પર રિહર્સલ શરૂ કર્યું છે. અને તેમાં દેશભક્તિની કહાનીના પણ સુર હશે. તે રિયલ લાઈફ ઈન્સિડન્ટને જોડીને બનાવવામાં આવી રહેલી એક ફિક્શનલ કહાની છે.
ફિલ્મના એક બીજા પ્રોડ્યુસર પાર્ટનરની ટીમે પણ આ ડેવલપમેન્ટને કન્ફર્મ કર્યું છે. તેમણે લોકેશન હજી પણ જાહેર નથી કર્યું પરંતુ એટલું કહ્યું છે કે પહાડોમાં ફિલ્મનું શૂટિંગ થશે અને કહ્યું કે, જ્હોને શૂટિંગ શરૂ કરી દીધું છે પરંતુ જેકલીન ફર્નાન્ડિઝ અને રકુલ પ્રીત સિંહનું શિડ્યુઅલ પછીના દિવસોમાં હશે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ’દિલ્હી બાદ ટીમ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં રવાના થઈ શકે છે. આ અંગે ટીમે ગત મહિને જ ત્યાં શોધખોળ શરૂ કરી હતી. કાશ્મીરમાં શૂટિંગની વ્યવસ્થા કરાવતા લોકોએ આ સૂચના પર મોહર લગાવી છે. તેમણે કહ્યું, કાશ્મીમાં પહેલગામ સિવાય બીજા લોકેશન પણ પ્રોડક્શનના લોકોને પસંદ આવ્યા છે. ગુનેગારોને પકડતા સિક્વન્સને અહીં ફિલ્માવવામાં આવી શકે છે.