શાંત રહેનાર ખેલાડી જસપ્રીત બુમરાહને આવ્યો ભયંકર ગુસ્સો…

સિડની : ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાએ વનડે સિરીઝ ગુમાવી દીધી છે. સિડનીમાં રમાયેલી બંને વનડે મેચમાં હાર મળી હતો અને સિરીઝ હાથમાંથી નીકળી ગઈ હતી. ટીમ ઈન્ડિયાની હાર માટેનું મુખ્ય કારણ બોલિંગ છે. બંને મેચોમાં બોલરોએ ખૂબ જ નબળી બોલિંગ કરી અને તેમને પૂરતા રન આપ્યા. કાંગારુ ટીમે પ્રથમ મેચમાં ૩૭૪ રન બનાવ્યા હતા સ્કોર થઈ અને બીજી મેચમાં સ્કોર ૩૮૯ પર પહોંચી ગયો. ટીમ ઈન્ડિયાના બોલરો, ખાસ કરીને જસપ્રિત બુમરાહ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. આઈપીએલ ૨૦૨૦ માં સારૂ પ્રદર્શન કર્યા બાદ તે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો પરંતુ તે અપેક્ષાઓ પર પૂર્ણ થયો ન હતો. હવે બુમરાહ પર સારૂ પ્રદર્શન કરવા માટે દબાણ છે મેદાન પર એક તસવીર જોવા મળી જે ક્યારેય કોઇએ જોઇ નહી હોય.
જસપ્રિત બુમરાહ ખૂબ જ શાંત મનથી બોલિંગ કરે છે અને બેટ્‌સમેનોની વિકેટ લે છે પરંતુ ઓસ્ટ્રેલિયામાં કંઈક બીજું જોવા મળ્યુ. બુમરાહની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બુમરાહે મેદાનના ૩૦ ગજની અંદર ફિલ્ડિંગ માર્કરને લાત મારી હતી ટ્‌વીટમાં દાવો કરવામાં આવ્યો છે કે બુમરાહે ગુસ્સામાં આવું કર્યું.
જસપ્રિત બુમરાહે વનડે શ્રેણીમાં ૨ મેચમાં ૨ વિકેટ ઝડપી છે. તેનો ઇકોનોમી રેટ ૭.૬૦ છે. બુમરાહે શ્રેણીની ૨૦ ઓવરમાં ૧૫૨ રન આપ્યા છે. બુમરાહની લાઇન અને લેન્થ પણ ખરાબ દેખાઈ રહી છે જેના કારણે ઓસ્ટ્રેલિયન બોલરો જોરશોરથી રમી રહ્યા છે.