શરિયા કાયદો સજા નહી પરંતુ બચાવનો ઉપાય છે ઃ બ્રુનેઇ સરકાર બ્રુનેઇમાં સમલૈંગિક સંબંધો પર પથ્થર મારી મોતની સજા

સમલૈંગિક સંબંધો ધરાવતા લોકોને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારતા શરિયા કાયદાને લાગૂ કરવા માટે વિશ્વસ્તરે ટીકાનો ભોગ બનનાર બ્રુનેઇએ પોતાનો બચાવ કરતા આ અમાનવીય કાયદાને સજાથી બચવાનો ઉપાય ગણાવ્યો છે.
બ્રુનેઇએ જાહેરાત કરી હતી કે, તે વ્યભિચાર અને પુરુષોમાં સમલૈંગિક સંબંધો માટે પથ્થરોથી મારીને મોતને ઘાટ ઉતારવાના ઇસ્લામી કાયદાને લાગૂ કરશે. બ્રુનેઇ સરકારે આ પ્રકારની સજાની સંખ્યા નહિવત્ હોવાનો દાવો કર્યો હતો કારણ કે આ પ્રકારના મામલામાં પૂરાવા મળવા આસાન નથી હોતું.
બ્રુનેઇની જાહેરાત પછી સંયુક્ત રાષ્ટÙએ આ પ્રકારની સજાને ક્રૂર અને અમાનવીય કૃત્ય ગણાવ્યું હતું. તેના વિરોધ પછી બ્રુનેઇ વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું હતું કે, શરિયા કાયદાનું જાર સજાથી વધારે બચાવ પર હોય છે, આનો મુખ્ય હેતુ સજા આપવાનો નથી પરંતુ શિક્ષિત કરવાનો છે, નિવારણ લાવવાનો અને પ્રતિષ્ઠા પાછી મેળવવાનો છે.
સમલૈંગિક સંબંધમાં સેક્સ સામેલ છે.વ્યાભિચાર અને અપ્રાકૃતિક મૈથુનને ગૂનો બનાવવા પારિવારિક વિરાસત અને કોઇ પણ મુÂસ્લમની અંગત રીતે, ખાસ કરીને મહિલાઓની પવિત્રતાનું રક્ષણ કરવાનું છે. બ્રિટન મુજબ તેના વિદેશ મંત્રાલયે બ્રુનેઇ સાથે આ મામલે ચર્ચા કરી છે અને તેમણે સંકેત આપ્યો હતો કે, શરીયતના કારણે સજાનું અમલીકરણ કરવું અસંભવ છે.
મહિલાઓમાં સેક્સ સંબંધ પર ૪૦ કોડા અથવા વધુમાં વધુ ૧૦ વર્ષની કેદ છે, જ્યારે દુષ્કર્મ, બળાત્કાર, અપ્રાકૃતિક મૈથુન, લૂંટ જેવા મામલાઓમાં મોતની સજા થઇ શકે છે.