વોટ આપવા માટે ભૂમિએ કર્યું કંઈક એવું, તમે પણ કહેશો વાહ, શું વાત છે

ગઈકાલે લોકસભા ચૂંટણીના ચોથા ચરણ માટે મતદાન થયા અને ભૂમિ પેડનેકરે વોટ આપવા માટે કંઈક એવું કર્યું કે જેને જાણીને તમે પણ કહેશો, વાહ! શું વાત છે. ભૂમિ પેડનેકરે હાલ પુણેમાં પોતાની આગામી ફિલ્મ સાંડ કી આંખનું શૂટિંગ કરી રહી હતી. પરંતુ ભૂમિ પેડનેકરે પોતાના વોટિંગ અધિકારનો ઉપયોગ કરવા માટે 8 કલાકનો પ્રવાસ કર્યો અને વોટ આપ્યો. ભૂમિ પેડનેકરે વોટિંગ બાદનો પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

મળતી માહિતી અનુસાર, ભૂમિએ હંમેશાં વોટ આપ્યો છે અને માત્ર એટલા માટે આ અવસર ગુમાવવા નહોતી માગતી કારણ કે તે પુણેમાં શૂટિંગ કરી રહી હતી. તેણે પ્રોડક્શન ટીમને પહેલા જ સૂચિત કરી દીધા હતા કે તે પોતાનું બધુ જ કામ વધારે સમય કામ કરીને પૂરું કરી લેશે. વોટિંગના તુરંત બાદ ભૂમિ પુણે પાછી આવી ગઈ. ભૂમિને પૂણેથી આવવા અને જવામાં 8 કલાકનો સમય લાગ્યો, જેથી તે વોટ આપી શકે.

ભૂમિએ વોટ આપવા અંગે કહ્યું, ભારતની નાગરિક હોવાને નાતે હું દર વખતે પોતાના વોટિંગ અધિકારનો ઉપયોગ કરવા માગુ છું. મારી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. છતા મે ડિકેક્ટર અને પ્રોડક્શન ટીમને કહ્યું હતું કે, હું ડબલ શિફ્ટ કરીને કામ પૂર્ણ કરી લઈશ અને મુંબઈ વોટ આપવા જઈશ. જોકે, 8 કલાકનો પ્રવાસ થકાવનારો હતો. પરંતુ દરેક વોટ મહત્ત્વનો છે.