વોટિંગ ન કરવા બાબતે પ્રશ્ન પૂછાતા અક્ષય કુમાર થયો ગુસ્સો, જુઓ વીડિયો

29 મે ના રોજ લોકસભા ચૂંટણીના ચોથા ચરણ દરમિયાન મુંબઇમાં પણ મતદાન યોજાયું હતુ. આ મતદાન વખતે સામાન્ય નાગરિકોની સાથે સાથે બોલિવુડના સિતારાઓ પણ મત આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ દેશભક્તિના બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમાર દેખાયા ન હતા. તેમની એક પણ વોટ આપતી તસવીર દેખાઇ ન હતી કારણ કે તેઓ ભારતીય નહીં પરંતુ કેનેડીયન નાગરિક છે. આ કારણે સોશિયલ મીડિયા પર તનાતની જોવા મળી હતી અને લોકોએ અક્ષય કુમાર વિશે ઘણી કોમેન્ટ અને ટ્વીટ કરી હતી.

એક ઇવેન્ટ દરમિયાન રિપોર્ટરે જ્યારે સવાલ કર્યો તો અક્ષય કુમારે પોતાના અંદાજમાં જવાબ આપ્યો હતો. જો કે જવાબ આપતી વખતે તેમનો ગુસ્સો સ્પષ્ટ જોવા મળતો હતો. રિપોર્ટરે અક્ષય કુમારને પૂછ્યું કે પોલિંગ બુથ પર હાજરી ન હોવાને કારણે તમને સોશિયલ મીડિયા પર ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના પર શું કહેશો. આના જવાબમાં અક્ષય પહેલો તો હસ્યા અને પછી ‘ચલિએ બેટા’ કહીને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ પોતાની પાસે ઉભેલા એક શખ્સને કંઇક કહેતા હોય એવું નજર આવ્યું. અક્ષય કુમારનું આ રિએક્શન સોશિયલ મીડિયાને નવો મસાલો આપી ગયો છે. ઉલ્લેખનીય છે કે 29 એપ્રિલના રોજ ટ્વિંકલ ખન્ના પોલિંગ બુથ પર નજર આવ્યાં હતા, એ સમયે આ સવાલ પર ટ્વિંકલ ખન્ના પણ ગુસ્સે થયા હતા.