વૈશ્વિક મંદીથી બચવા માટે સરકારે કેપિટલ ગેઈન પરનો સરચાર્જ પરત ખેંચ્યો…

શેરબજાર-મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા લોકો માટે ખુશખબર…

આપણો વિકાસદર અમેરિકા-ચીન કરતા પણ ઝડપી, ટેક્સ માળખુ સરળ બનાવાશે,અન્ય વિકાસશીલ દેશોની તુલનાએ ભારતનું અર્થતંત્ર વધુ મજબૂત, નાણાંમંત્રીએ અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ વોરને મંદીનું મુખ્ય કારણ ગણાવ્યું…

ન્યુ દિલ્હી,
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે દેશની કથળતી જતી અર્થવ્યવસ્થા અંગે પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે કહ્યું કે, દુનિયાના બાકીના દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે. અન્ય દેશોની તુલનાએ ભારતની અર્થવ્યવસ્થા ઘણી સારી હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું કે, વૈશ્વિક મંદીને સમજવાની જરૂર છે. ભારતમાં વર્તાતી આર્થિક મંદી માટે તેમણે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને કારણભૂત ગણાવ્યું હતું. તાત્કાલિક પગલાં તરીકે સીતારમણે કેપિટલ ગેઈન પરનો સરચાર્જ નાબુદ કરવાની જાહેરાત કરી હતી.
સીતારમણે કહ્યું હતું કે, મંદીની સમસ્યા માત્ર ભારતને જ નહિ, દુનિયાના અન્ય દેશોને પણ કનડી રહી છે. આર્થિક સુધારા અંગે તેમણે કહ્યું હતું કે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે જે હજુ પણ ચાલતી જ રહેશે. ભારતની આર્થિક વ્યવસ્થાને તેમણે અન્ય વિકાસશીલ દેશોની સરખામણીએ વધુ મજબૂત અને તરલ ગણાવી હતી.
વર્તમાન સરકારે લાગુ કરેલ આર્થિક સુધારાઓ અંગે તેમણે કહ્યું હતું કે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાનું અગાઉ કરતાં વધુ સરળ બન્યું છે. જીએસટીની પ્રક્રિયા હજુ વધુ આસાન બનાવવામાં આવશે. ભારતના વિકાસ દરને પણ તેમણે સંતોષકારક ગણાવ્યો હતો.
સરકાર દ્વારા ટેક્સના મુદ્દે હેરાનગતિ થતી હોવાના આક્ષેપને ખારિજ કરતાં તેમણે ઉમેર્યું હતું કે, કરમાળખામાં સુધારાઓ થઈ રહ્યા છે. ટેક્સ નોટિસ માટે સેન્ટ્રલાઈઝ્‌ડ સિસ્ટમ લાગુ થશે અને કોઈને એનાંથી મુશ્કેલી નહિ રહે. ૧ ઓક્ટોબરથી આ સિસ્ટમ કાર્યરત થઈ જશે. એ પછી કોઈને હેરાનગતિ નહિ રહે.
ભારતીય અર્થતંત્રને વેગ આપવાના પ્રયાસ તરીકે નાણાંમંત્રીએ કેપિટલ ગેન અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ પરનો સરચાર્જ પરત ખેંચવાની જાહેરાત કરી હતી.
નાણા મંત્રીએ કહ્યું કે જીએસટી રિટર્ન ફાઇલિંગને વધારે સરળ બનાવવામાં આવશે. સાથે જ સરકાર ય્જી્‌દ્ગમાં રહેલી ખામીઓને ઝડપથી દૂર કરશે.