વેલ્લોર સીટ પર ૧૮ એપ્રિલે મતદાન યોજાવાનું છે વેલ્લોરમાં કરોડોની કેશ મળતાં ચૂંટણી રદ કરવા રાષ્ટÙપતિને ભલામણ કરાઈ

લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચના પ્રયાસ રહે છે કે દરેક જગ્યાએ પ્રમાણિક મતદાન થાય પરંતુ અનેક વખત ચૂંટણીમાં કાળા નાણાના ઉપયોગના સમાચાર આવતા રહે છે. તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠક પર આવો જ કંઇક ઘાટ સર્જાયો છે. આ ક્ષેત્રમાં ભારે માત્રામાં કેશ જપ્ત થતા ચૂંટણી રદ્‌ થવાની આશંકા છે. ચૂંટણી પંચે આને લઇને રાષ્ટÙપતિ રામનાથ કોવિંદને પત્ર પણ લખ્યો છે.
લોકસભા ચૂંટણીનું નોટિફિકેશન રાષ્ટÙપતિ જારી કરે છે એટલે ચૂંટણી રદ્‌ કરવી પણ તેમના અધિકારક્ષેત્રમાં આવે છે. વેલ્લોર સીટ પર ૧૮ એપ્રિલે રાજ્યની અન્ય બેઠકો સાથે મતદાન યોજાવાનું છે. સોમવારે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓને એક ડીએમકે અધિકારીના સિમેન્ટ ગોડાઉનમાં કાર્ટૂન અને બોરીઓમાંથી રોકડ રકમના બંડલ જપ્ત કર્યા હતાં. દ્રમુક અધિકારીને પાર્ટીના કોષાધ્યક્ષ દુરઇમુરુગનના નિકટના ગણાવવામાં આવી રહ્યાં છે.
રોકડ જપ્ત કર્યા બાદ સવાલ ઊઠી રહ્યાં છે કે વેલ્લોર સંસદીય ક્ષેત્રમાં ૧૮ એપ્રિલે યોજાનારી ચૂંટણી રદ્‌ થશે કે કેમ. ઉલ્લેખનીય છે કે દુરઇમુરુગનના પુત્ર ડી.એમ. કથિર આનંદ વેલ્લોર બેઠક પરથી દ્રમુકના ઉમેદવાર છે.