વેપારીને ફેસબુક પર મિત્રતા ભારે પડી, રૂ. ૨.૨૦ લાખ ગુમાવ્યા : જાણો, કેવી રીતે…

  • વેપારી સાથે ફેસબુક પર બ્રિટનની એક ડોક્ટર યુવતીએ ભારત આવવાની વાત જણાવી મિત્રતા કરી હતી

  • અશોકને ખ્યાલ આવી ગયો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે માટે તેઓએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

સુરત,
સુરતના વેપારી સાથે ફેસબુક પર બ્રિટનની એક ડોક્ટર યુવતીએ ભારત આવવાની વાત જણાવી મિત્રતા કરી હતી, અને ધીમેધીમે તેમની વચ્ચે મિત્રતા ગાઢ બનતી ગઇ હતી. સુરતનો વેપારી તો ડોક્ટર યુવતીની મિત્રતા સાચી માની બેઠો હતી. પરંતુ સામે યુવતીના મનમાં બીજું કંઇક ચાલતું હતું.

તેને મોકોનો ફાયદો ઉઠાવીને વેપારીને જણાવ્યું હતું કે, મારી પાસે ૯૦ લાખ રૂપિયા પડ્યા છે, જે ભારતમાં વાપરવા માટે એક ચેક વટાવવો પડે અને તેના માટે પ્રમાણપત્ર જોઇએ છે, તેવું કહીને સુરતના વેપારી પાસેથી ૨.૨૦ લાખ રૂપિયા ઓનલાઇન માંગ્યા હતા.

સુરતના વેપારીએ સામે યુવતીને રૂપિયા આપ્યા પણ હતા, પરંતુ તેને નહોતી ખબર કે આ રૂપિયા ક્યારેય પાછા આવવાના નથી. વેપારીએ રૂપિયા આપ્યા બાદ બ્રિટન યુવતી ભારત આવી નહોતી અને ફોન ઉપર વાત પણ કરવાનું બંધ કરી દીધી હતું. ત્યારબાદ વેપારીને છેતરપીંડી થયાનો અહેસાસ થયો હતો.

જોકે, ત્યાર બાદ કોઈ ફોન આવ્યો નહીં મંડાલનો ફોન પણ બંધ બતાવતો હતો. અશોકે જે રૂપિયા ટ્રાંસફર કર્યા તે દિલ્લીના બાબુ, અકરમ અને ગોરખપુરના માનસિંગ સોહનસીંગના ખાતામાં ટ્રાંસફર થયા હતા. અશોકને ખ્યાલ આવી ગયો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે માટે તેઓએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.