વીકી કૌશલ આજે ન્યુયોર્કમાં પોતાનો ૩૧મો બર્થ ડે મનાવશે

એક પછી એક સતત ચાર હિટ ફિલ્મો આપી ચૂકેલો અભિનેતા વીકી કૌશલ આજે ન્યૂયોર્કમાં પોતાનો બર્થ ડે ઊજવશે.
હાલ વીકી અમેરિકામાં બે સપ્તાહના બર્થ ડે સેલિબ્રેશન વેકેશન પર છે. એની છેલ્લી ચારે ચાર ફિલ્મો હિટ નીવડી હતી જેમાં મેઘના ગુલઝારની રાઝી, રાજકુમાર હીરાણીની સંજુ, અનુરાગ કશ્યપની મનમર્ઝિયાં અને આદિત્ય ધરની ઊરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇકનો સમાવેશ થયો હતો. સ્વાભાવિક રીતેજ ચાર ચાર હિટ ફિલ્મો આપ્યા પછી વીકીની ડિમાન્ડ રાતોરાત વધી હતી તેમ વીકીએ પોતાની ફીમાં પણ સારો એવો વધારો કર્યો હતો.
જાણકાર સૂત્રોએ આપેલી માહિતી મુજબ ન્યૂયોર્કથી બે કલાકના કાર માર્ગે આવેલા વિસ્તારમાં વીકીએ એક વીલા ભાડે રાખ્યો છે જ્યાં એની સાથે ભણી ચૂકેલા દોસ્તો બોસ્ટન અને ન્યૂ જર્સીથી આવી રહ્યા છે.
બર્થ ડે પાર્ટી નિમિત્તે વીકી દોસ્તો સાથે એમના માનીતા ફૂડ જાઇન્ટ્‌સમાં ખાવા પીવા ઉપરાંત બ્રોડવેમાં એક નાટક જાવાનો પ્રોગ્રામ પણ બનાવી ચૂક્યો છે.