વીકી કૌશલ અશ્વત્થામાનું પાત્ર ભજવશે

નિર્માતા રોની સ્ક્રૂવાલા અને નિર્દેશક આદિત્ય ધરની હિટ ફિલ્મ કર્યા પછી હવે વીકી કૌશલ આ બંને સાથે એક પિરિયડ વાર ફિલ્મ કરવાનો હોવાની જાણકારી મળી હતી.
ફિલ્મ સર્જકના એક પ્રવક્તાએ કÌšં કે ઊરી બની રહી હતી ત્યારેજ આ ફિલ્મની સ્ક્રીપ્ટ પણ લગભગ તૈયાર હતી. ઊરીને આટલો બધો જારદાર પ્રતિસાદ મળશે એવી આ ફિલ્મ સર્જગકોની કલ્પના નહોતી. ઊરીને જારદાર પ્રતિભાવ મળતાં હવે જે ફિલ્મ હાથમાં લેવાના છે તેને મોટે પાયે બનાવવાની ફિલ્મ સર્જકની ઇચ્છા છે. ઊરીનીજ ટીમ ફરી એક થઇ રહી છે. રોની, આદિત્ય અને વીકી.
મહાભારતમાં પાંડવો અને કૌરવોના ગુરુ દ્રોણાચાર્યનો આ વીર પુત્ર અશ્વત્થામા હજુ ય જીવિત છે એેવી લોકવાતો છે. એ લોકમાન્યતા પર આધારિત આ ફિલ્મ આ વર્ષના જ ઉત્તરાર્ધમાં ફ્લોર પર જશે.
વીકી પાસે હાલ તારીખો નથી. એ કરણ જાહરની મુઘલ ભાઇઓની કથા પર આધારિત તખ્ત કરવા ઉપરાંત એક અનટાઇટલ્ડ હોરર ફિલ્મ પણ કરી રહ્યો છે. આ બે ફિલ્મોની કામગીરી પૂરી કર્યા બાદ એ રોનીની આ ફિલ્મ શરૂ કરે એવી શક્્યતા છે.