વિશ્વ વિખ્યાત જાદુગર જુનિયર “કે. લાલ”નું કોરોનાથી નિધન…

21

અમદાવાદ : કાંતિલાલ ગિરધરલાલ વોરા એટલે “કે.લાલ”, જેઓ તેમની જાદુઈ કળા માટે વિશ્વ પ્રસિદ્ધ હતા. જેમણે તેમની ૬૨ વર્ષની કરિયરમાં અંદાજિત ૨૨ હજારથી પણ વધુ જાદુના પ્રયોગો વિશ્વના ખૂણે ખૂણે કર્યા હતા. તેમની સાથે તેમના પુત્ર હર્ષદરાય વોરા (હસુભાઈ વોરા)ના ટૂંકા નામે પણ ઓળખાય છે, તેઓ કે.લાલ સાથે જાદુઈ કળાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હતા. આ જુનિયર કે.લાલનું આજે અમદાવાદ ખાતે કોરોનાના કારણે દુઃખદ અવસાન થયું છે. લગભગ ૩૨ વર્ષ સુધી પિતા-પુત્રે એકસાથે વિશ્વના ખુણે-ખુણે એક જ સ્ટેજ પર જાદુના શો કર્યા અને જુનિયર કે.લાલ તરીકે પ્રસિદ્ધી મેળવી. ૧૯૬૮માં અમેરિકાની આઇબીએમ સંસ્થાએ હસુભાઈને વિશ્વના સૌથી ઝડપી જાદુગરનો ખિતાબ આપ્યો. તેઓ તેમની અમુક જાદુ કલા, જેવી કે શરીરથી હાથ જુદા કરવા, જાયન્ટ કીલર શો, ધ ફ્લાઇગ લેડી અને એવીલ જોકરને કારણે સારી એવી લોકપ્રિયતા મેળવી હતી. કોરોનાની મહામારી માં હસુભાઈ પણ ઝડપાયેલા આજે તેમનું અમદાવાદ ખાતે દુઃખદ અવસાન થયું છે

જુનિયર કે.લાલ કોરોનાથી સંક્રમિત થતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમની તબિયત વધુ લથડતા સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.