વિશ્વ પર્યાવરણ દિવસ / જાણો… રાજ્યનું કયું બન્યું દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન..?

  • ગ્રીન મેનના નામથી લોકપ્રિય યુવા વ્યવસાયી વિરલ દેસાઈએ પર્યાવરણ સંરક્ષની દિશામાં વધુ એક પગલું ભર્યું છે

  • આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. ત્યારે સુરતનું ઉધના રેલવે સ્ટેશન દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે

ઉધના,

ઉધના રેલવે સ્ટેશનને દેશનું હરિત રેલવે સ્ટેશન બનાવવાના ઉદ્દેશ્યથી કેટલાક સંગઠનોએ તેમની સાથે હાથ મિલાવ્યો છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિરલ દેસાઈ અને અન્ય સંગઠનોએ ઉધના રેલવે સ્ટેશન પર એક ગ્રીન વોકનું આયોજન કર્યું. જેમાં જેડી ઈન્સ્ટીટ્યૂટના વિદ્યાર્થીઓએ પ્રદૂષણ ઓછું કરવા માટે વૃક્ષો  લગાવવાનો સંદેશ આપવા માટે માસ્ક પહેરીને ભાગ લીધો હતો.

સાથે જ પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં ઉધના રેલવે સ્ટેશન પર શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે અને શહીદાનો નામે વૃક્ષો લગાવવામાં આવ્યા છે. લોકોમાં જાગૃતતા આવે તે માટે વિરલ દેસાઈએ પોતાની 2 કારને પણ ઘાસથી સજાવી દીધી છે અને અત્યાર સુધી તેમને 23 હજારથી વધુ વૃક્ષો લગાવ્યા છે અને 3800થી વધુ ટ્રી ગાર્ડનું વિતરણ કર્યું છે.