વિશ્વમિત્રી ગાંડીતુર : નદી કિનારાના 1500 લોકોનું સ્થળાંતર : છ લોકોના મોત…

વિશ્વામિત્રી નદી ગાંડીતૂર થઈ છે અને ભયજનક સપાટી વટાવી દીધી છે. ગઈ કાલે 22 ઇંચ વરસાદ ખાબકતા સ્માર્ટ સિટી જળબંબાકાર બની ગયું છે. બીજી તરફ આજવા જળાશયની સપાટી વહેલી સવારે 212.45 ફુટે પહોંચતાં તેમાંથી પાણી છોડાઈ રહ્યું હોવાથી આજે સવારથી શહેરમાં પુરની સ્થિતિ સર્જાઇ છે.  વિશ્વામિત્રી નદીનાં કિનારે આવેલા અકિલા વિસ્તારોમાં 1500 લોકોથી વધુ લોકોનું સ્થળાતંર કરવામાં આવ્યું છે. જ્યારેવરસાદે અત્યાર સુધીમાં 6 વ્યક્તિનો ભોગ લીધો છે.