સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધાટન કરતાં રાષ્ટ્રપતિ, મોટેરાનું નામ ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરાયું…

58
  • સરદાર ભુલાયા મોટેરા સ્ટેડિયમ હવે ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ ના નામે ઓળખાશે…

  • ક્રિકેટ ચાહકો મોટેરામાં રમાનારી મેચ જોવા માટે ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યાં છે…

અમદાવાદ : દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવ્યું છે. બીજી બાજુ, મોટેરા સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આજે બુધવારે બપોરથી રમાશે. સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું ભૂમિપૂજન કર્યું હતું.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી. તેમણે કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, મોટેરા સ્ટેડિયમ તૈયાર થતાં દેશમાં ગુજરાતનું ગૌરવ વધ્યુ છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં બન્યુ છે.

  • નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રખવામાં આવ્યું
    મોટેરા સ્ટેડિયમના ઉદ્ધાટનની સાથે જ સ્ટેડીયમનું નામ બદલવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રખવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડીયમ કાર્યક્રમમાં આ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ રીતે પીએમ નરેન્દ્ર મોદીને પોતાના હોમ સ્ટેટમાં એક મોટી ભેટ મળી છે.
  • રાષ્ટ્રપતિ બે દિવસની ગુજરાતની મુલાકાતે
    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાતની મુલાકાતે મંગળવારના રોજ આવી પહ્યાં હતા. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન તો ગત વર્ષે ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંયુક્ત કાર્યક્રમની સાથે જ થઈ ગયું હતુ.