વિદેશમાં વસતા ગુજરાતી શખ્શ પર લૂંટારૂએ ગોળીબાર કરતા મોત નીપજ્યું

મૂળ ખેડા જિલ્લાના ઠાસરાના અને અમદાવાદ રહેતા યુનુસ વોહરા છેલ્લા ૯ વર્ષથી દક્ષિણ આફ્રિકામાં સ્થિર થયા હતા…

અમદાવાદ,
વિદેશમાં વસતા વધુ એક ગુજરાતીની હત્યા કરી દેવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયાના મકોપામાં ત્રણથી ચાર અશ્વેત લૂંટારાઓએ લૂંટ ચલાવી ગુજરાતીને ગોળી મારી દીધી હતી. ઘટના બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે, લૂંટના ઈરાદે અશ્વેત લૂંટારૂએ ગોળીબાર કર્યો હતો. લૂંટારૂએ સૌ પ્રથમ તો દુકાનમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હતી, ત્યારબાદ ગોળી મારી લૂંટારું ગેંગ ફરાર થઇ ગઇ હતી. લૂંટારુંઓના ગોળીબારમાં અન્ય એક કર્મચારી ઈજાગ્રસ્ત બન્યો છે. જ્યારે એકની હત્યા થઇ છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, મૂળ ખેડા જિલ્લાના ઠાસરાના અને હાલ અમદાવાદ રહેતા યુનુસ વોહરા છેલ્લા ૯ વર્ષથી દક્ષિણ આફ્રિકામાં સ્થિર થયા હતા. ત્યારે ગત ૨૦મી જૂનના રોજ મકોપા ખાતે ત્રણથી ત્રણથી ચાર લૂંટારાઓ યુનુસ વ્હોરાની દુકાનમાં ત્રાટક્યા હતા.

લૂંટારુઓએ લૂંટના ઇરાદે કરેલા ફાયરિંગમાં ગુજરાતીનું મોત થયું હતું. તેમજ દુકાનમાં કામ કરતો અન્ય એક કર્મી ઈજાગ્રસ્ત થયો છે. દુકાનમાં લૂંટ ચલાવ્યા બાદ લૂંટારુઓ સીસીટીવી કેમેરાના ડીવીઆરને નુકસાન પહોંચાડીને ભાગી છૂટ્યા હતા.