વિકી કૌશલ સ્ટારર ફિલ્મ ‘ભૂત’નું પ્રથમ પોસ્ટર રિલીઝ…

‘ભૂત-પાર્ટ વનઃ ધ હોન્ટેડ શિપ’ ફિલ્મથી ભાનુ પ્રતાપ સિંહ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે

મુંબઈ,

ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક ફિલ્મની સફળતા બાદ વિકી કૌશલના ખાતામાં ઘણી ફિલ્મો આવી છે જેમાંની એક ફિલ્મ ભૂત છે. આ હોરર ફિલ્મ ફ્રેન્ચાઇઝી ફિલ્મ છે એટલે કે આ હોરર ફિલ્મ સિરીઝની પહેલી ફિલ્મ ‘ભૂત-પાર્ટ વનઃ ધ હોન્ટેડ શિપ’ છે. આ હોરર ફિલ્મ ફ્રેન્ચાઇઝીને કરણ જોહરનું ‘ધર્મા પ્રોડક્શન’ પ્રોડ્યૂસ કરી રહ્યું છે. ‘ભૂત-પાર્ટ વનઃ ધ હોન્ટેડ શિપ’ ફિલ્મથી ભાનુ પ્રતાપ સિંહ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં ભૂમિ પેડનેકર પણ સામેલ છે. આ ફિલ્મ ૧૫ નવેમ્બરે રિલીઝ થશે.

આ હોરર ફિલ્મને ડેબ્યુ ડિરેક્ટર ભાનુ પ્રતાપ સિંહે જ લખી છે. ફિલ્મના નામ ‘ભૂત-પાર્ટ વનઃ ધ હોન્ટેડ શિપ’ પરથી જ ખબર પડી જાય છે કે ફિલ્મની સ્ટોરી કોઈ જહાજ પરની સ્ટોરી પર આધારિત હશે. આ ફિલ્મ બોમ્બેમાં થયેલી સત્ય ઘટના પર આધારિત છે. પ્રતાપ સિંહે શશાંક ખૈતાન સાથે ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. શશાંક ખૈતાન આ હોરર ફિલ્મને કરણ જોહર સાથે કો-પ્રોડ્યૂસ કરી રહ્યા છે.