વાલીઓને દાઝ્યા પર ડામ, ધો-1થી 12ના પાઠ્ય પુસ્તકોના ભાવમાં વધારો…જાણો ભાવ…

  • ધોરણ-1થી 12ના પાઠ્ય પુસ્તકોની કિંમતમાં તોતિંગ વધારો ઝીંકી દેવાયો છે.

  • એક બાજુ મોંઘવારનો માર અને બીજી બાજુ પાછ્ય પુસ્તકોની કિંમતમાં વધારો કરી વાલીઓને વધુ એક ઝટકો આપ્યો

ગાંધીનગર,

નવા વર્ષથી NCERTના અભ્યાક્રમને અમલને લઇ પુસ્તકોના ભાવમાં 100 ટકાનો વધારો થયો છે. NCERTના અભ્યાસક્રમનું ગુજરાતીમાં ભાષાંતર કરતા ધો-1થી 12ના પુસ્તકોની કિંમતમાં સરેરાશ ડબલ વધારો ઝીંકી દેવાયો છે. ધો-12 વિજ્ઞાન પ્રવાહના મુખ્ય 4 વિષયના પુસ્તકમાં વધારો થયો છે.

ધો-12 સાયન્સના પુસ્તક રૂ.689થી વધી રૂ.937 થયા જ્યારે ધો-10ના પુસ્તકોની કિંમતમાં પણ જંગી વધારો ઝિંકાયો છે. ધો-10નું ગુજરાતી માધ્યમનું ગણિતનું પુસ્તકનો ભાવ રૂ.89થી વધારી રૂ.126 થયો છે.

જ્યારે વિજ્ઞાનના પુસ્તકનો ભાવ રૂ.91થી વધારી રૂ.149 કરાયો છે. જ્યારે ધોરણ-10ના અંગ્રેજી માધ્યમના પુસ્તકનો ભાવ રૂ.180થી વધારી રૂ.305 કરી દેવાયો છે.

તો રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળની સાથે ખાનગી પ્રકાશનોએ પણ પાઠ્ય પુસ્તકની કિંમતમાં વધારો કર્યો છે.