વાયુસેનાનું AN-૩૨ વિમાન ક્રેશ : તમામ ૧૩ લોકોના મોત…

  • વિમાનનો કાટમાળ શોધવા પહોંચેલ બચાવ દળે પુષ્ટિ કરી,એક પણ સભ્ય જીવિત નથી

  • ત્રીજી જૂનના રોજ ભારતીય વાયુસેનાનું વિમાન એએન-૩૨ એરક્રાફ્ટ આસામના જોરહાટથી ઉડાન ભર્યાના ૩૫ મિનિટમાં ગુમ થઈ ગયું હતું,અકસ્માતમાં મૃત્યુ પામનાર ૧૩ લોકોમાંથી ૬ અધિકારી અને ૭ એરમેન હતા

ન્યુ દિલ્હી,
અરૂણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં ભારતીય વાયુસેનાના દુર્ઘટનાગ્રસ્ત કાર્ગો વિમાન છદ્ગ-૩૨માં સવાર તમામ ૧૩ લોકોના મોત થયા છે. વિમાનનો કાટમાળ શોધવા પહોંચેલ બચાવ દળે તેની પુષ્ટિ કરી છે. આ દુઃખદ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને તેની માહિતી આપવામાં આવી છે. આની પહેલાં ૧૫ સભ્યનું બચાવ દળ આજે સવારે વિમાનના કાટમાળ સુધી પહોંચી હતી. કાટમાળના તપાસમાં આ બચાવ દળને એકપણ સભ્ય જીવતા મળ્યા નથી.
આની પહેલાં વિમાનના કાટમાળ સુધી પહોંચવા માટે બુધવારના રોજ એક ૧૫ સભ્યની ખાસ ટીમે હેલિડ્રોપ કર્યું હતું. આ ટીમમાં એરફોર્સ, આર્મીના જવાન અને પર્વતારોહી સામેલ હતા. બચાવ દળને પહેલાં એરલિફ્ટ કરીને કાટમાળની નજીક લઇ જવાયા અને પછી તેમને હેલિડ્રોપ કરાયા. આની પહેલાં મંગળવારના રોજ ભારતીય વાયુસેનાના ગુમ વિમાન છદ્ગ-૩૨નો કાટમાળ અરૂણાચલના સિયાંગ જિલ્લામાં દેખાયો હતો. અકસ્માતવાળો વિસ્તાર ખૂબ જ ઊંચાઇ અને અને ગાઢ જંગલની વચ્ચે છે. એવામાં વિમાનના કાટમાળ સુધી પહોંચવું સૌથી પડકારરૂપ કામ હતું.
બચાવ ટીમને ત્યાં સુધી પહોંચવામાં ખૂબ જ મુશ્કેલી પડી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર ૧૩ લોકોમાંથી ૬ અધિકારી અને ૭ એરમેન છે. આપને જણાવી દઇએ કે ઇસ્ટ અરૂણાચલ પ્રદેશના પહાડો ખૂબ જ રહસ્યમય મનાય છે અને અહીં પહેલાં પણ કેટલીય વખત આવા વિમાનોનો કાટમાળ મળ્યો છે, જે બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન ગુમ થઇ ગયા હતા. જે જગ્યા પર વિમાનનો કાટમાળ મળ્યો છે, તે અંદાજે ૧૨૦૦૦ ફૂટની ઊંચાઇ પર આવેલ છે.
શહિદોમાં વિંગ કમાન્ડર જીએમ ચાર્લ્સ, સ્ક્વાડ્રન લીડર એચ વિનોદ, ફ્લાઈટ લેફ્ટિનન્ટ આર તાપા, ફ્લાઈટ લેફ્ટિનન્ટ એ તંવર, ફ્લાઈટ લેફ્ટિનન્ટ એસ મોહંતી અને ફ્લાઈટ લેફ્ટિનન્ટ એમ કે ગર્ગ સામેલ છે. તેમના સિવાય વોરંટ ઓફિસર કેકે મિશ્રા, સાર્જન્ટ અનૂપ કુમાર, કોર્પોરેલ શેરિન, લીડ એરક્રાફ્ટ મૈન એસકે સિંહ, પંકજ અને અસૈન્યકર્મી પુતાલી, રાજેશ કુમાર પણ આ દુર્ઘટનામાં શહીદ થયા છે.
અલગ-અલગ રિસર્ચના મતે આ વિસ્તારના આકાશમાં ખૂબ જ વધુ ટર્બુલેંસ અને ૧૦૦ માઇલ/કલાકની ઝડપથી ચાલનાર હવા અહીંના પહાડોના સંપર્કમાં આવવા પર એવી સ્થિતિ બનાવે છે કે અહીં ઉડાન ભરવી ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે. અહીંની ખીણો અને ગાઢ જંગલોમાં ઘેરાયેલા કોઇપણ વિમાનનો કાટમાળ શોધવો એવું મિશન મનાય છે જેને પૂરું થવામાં કેટલાંય વર્ષો લાગી જાય છે.