વાત કરોડોની, દુકાન પકોડાની અને સંગત ભગોડાનીઃ PM મોદી પર સિદ્ધુના ચાબખા

કોંગ્રેસ નેતા અને પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ રવિવારે રાયબરેલીમાં સોનિયા ગાંધી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો હતો અને ઘણાં કટાક્ષ કર્યા હતા. સિદ્ધુએ કહ્યું કે, પહેલા ચોકીદાર રાત્રે બોલતો હતો જાગતે રહો, જાગતે રહો. હવે જે ચોકીદાર છે તે સરકારી બેંકોના પૈસા અમીરોને આપીને કહે છે કે ભાગતે રહે ભાગતે રહો.

સિદ્ધુઓ વધુમાં કહ્યું કે આ લોકો વાત કરે કરોડોની, દુકાન પકોડાની અને સંગત છે ભાગેડુઓની. તેમણે કહ્યું કે ઝહીર ખાન 150 માં ફેકતો હતો આ 160માં ફેંકે છે અને એ પણ દનાદન. આ લોકોને પૂછો જરા કે ભાઇ જ્યારે નીરવ મોદી ભાગ્યો, લલિત મોદી ભાગ્યો ત્યારે ડ્યુટી પર ક્યો ચોકીદાર કોણ હતો? સિદ્ધુએ PM મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, મેં એક ફિલ્મ જોઇ હતી હિરો નંબર વન, કુલી નંબર વન  હવે મોદીની ફિલ્મ આવી છે ફેંકુ નંબર વન.

સોનિયા ગાંધી વિશે બોલતા સિદ્ધુએ કહ્યું કે, સોનિયા ગાંધી 10 વર્ષ પોતે પાછળ રહ્યાં અને લોકોને આગળ લઇને આવ્યાં. દેશ વિકા કરવા લાગ્યો. સોયથી લઇને અંતરિક્ષ યાન 70 વર્ષોમાં કોંગ્રેસે બનાવ્યાં.