વલસાડ બેઠકના ઉમેદવારે સોશિયલ મીડિયામાં આર્થિક મદદ કરવા અપીલ કરી

  • ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવારે અપીલ કરી
  • ઉમેદવારે સોશિયલ મીડિયાનો સહારો લીધો

સુરતઃ વલસાડ લોકસભા બેઠકના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર પંકજ પટેલે સોશિયલ મીડિયામાં આર્થિક મદદ કરવા માટે એપીલ કરતી પોસ્ટ મૂકી છે. જેમાં બેંકનો એકાઉન્ટ નંબર પણ મૂકવામાં આવ્યો છે.

પોસ્ટમાં એકાઉન્ટ નંબર પણ આપ્યો

વલસાડ લોકસભા બેઠકના ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર પંકજ એલ.પટેલે ચૂંટણીમાં સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટમાં અપીલ કરતા લખ્યું છે કે, હું ગુજરાતના 26 વલસાડ લોકસભા મતક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહ્યો છું. અમારો મુખ્ય ઉદ્દેશ આદિવાસી હિતોનું રક્ષણ કરું, સ્વાયત શાસન સ્થાપિત કરવું, આદિવાસીઓના પારંપરિક અધિકારો જળ, જંગલ, જમીનની રક્ષા કરવાનો છે. આ ચૂંટણીમાં આપ સૌના સહયોગની જરૂર છે. તેમ લોકનિધિ દ્વારા અમારી મદદ કરી શકો છો. અને આ પોસ્ટની નીચે બેંક ઓફ બરોડાનો એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ અને એમઆઈસીઆર કોડ લખવામાં આવ્યા છે.