વર્ષ ૨૦૨૧માં પહેલીવાર જનગણના માટે મોબાઇલ એપનો ઉપયોગ કરાશે

વર્ષ ૨૦૨૧માં પહેલીવાર જનગણના માટે મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવશે. આ કાર્યને અંતિમ સ્વરૂપ આપવા સરકાર કાર્ય કરી રહી છે. ૨૦૨૧માં થનારી ૧૬મી જનગણનાની તૈયારીઓ ચાલી રહી છે. આ જાણકારી કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગૌબાએ આ જાણકારી આપી છે.
તેમણે જણાવ્યું હતું કે દુનિયાની સૌથી મોટી જનગણના માટે ૩૩ લાખ કર્મચારીઓની જરૂર પડશે. તેના માટે અધિસૂચના પણ જાહેર કરવામાં આવી છે. તેમની પાસે પોતાનો મોબાઈલ ઉપયોગ કરવાનો વિકલ્પ પણ હશે.
મોબાઈલનો ઉપયોગ ન કરતાં કર્મચારીઓને પેપર પર આંકડા એકઠા કરવા પડશે. આ આંકડા એકઠા કરતી વખતે ગોપનીયતા બનાવી રાખવા માટે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. જમ્મૂ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ઓક્ટોબર ૨૦૨૦થી જનગણનાનું કામ શરૂ થશે.
જ્યારે માર્ચ ૨૦૨૧માં અન્ય પ્રદેશોમાં જનગણના શરૂ થશે. આ આંકડાના આધારે આર્થિક વિકાસ અને કલ્યાણની યોજનાઓ બનાવવામાં આવશે.