વર્લ્ડ કપ માટે વેસ્ટ ઇન્ડીઝે જાહેર કરી ટીમ, જાણો ગેલ-રસલને સ્થાન મળ્યું કે નહીં

આગામી વર્લ્ડ કપ માટે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ બોર્ડે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે, જેમાં આંદ્રે રસલ અને ક્રિસ ગેલને સ્થાન મળતા વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટ પ્રેમીઓ ખૂબ ખુશ છે, તે સોશિયલ મીડિયા પરથી લાગી રહ્યું છે. આ બંને વર્લ્ડ કપની ટીમમાં એડ કરાતા ઘણા લોકોએ ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર ટ્વીટ્સ કરી હતી.

વેસ્ટ ઇન્ડીઝની 15 ખેલાડીઓની ટીમ જાહેર થઇ છે, તેની આગેવાની જેસન હોલ્ડર કરશે. રસલ અને ગેલ અત્યારે IPLમા ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ બંને કોઇ પણ ટીમ માટે માથાનો દુખાવો બની શકે છે.

View image on Twitter

આ પ્રકારે ટીમ છે….

જેસન હોલ્ડર,

આંદ્રે રસલ,

એશ્લે નર્સ,

ચાર્લોસ બ્રેથવેથ,

ક્રિસ ગેલ,

ડેરેન બ્રાવો,

એવિન લુઇસ,

ફેબિયન એલન,

કેમાર રોચ,

નિકોલસ પૂરન,

ઓશાને થોમસ,

શાઇ હોપ,

શેનન ગેબ્રિયલ,

શેલ્ડન કોટરેલ,

શિમરોન હેટમાયર