વર્લ્ડકપ માટે વેસ્ટ ઈન્ડઝનાં વાઈસ કેપ્ટન તરીકે ક્રિસ ગેલની નિમણુંક

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આવતી ૩૦ મેથી યોજાનાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધામાં વેસ્ટ ઈÂન્ડઝની ટીમના વાઈસ કેપ્ટન તરીકે ક્રિસ ગેલને પસંદ કરવામાં આવ્યો છે. ટીમનો કેપ્ટન જેસન હોલ્ડર છે.
ગેલ ૨૦૧૦ના જૂનમાં વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સીરિઝમાં વેસ્ટ ઈન્ડઝનો સુકાની હતો.
ગેલે  કે કોઈ પણ ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડઝનું પ્રતિનિધિત્વ કરવાને હું સદાય મારું ગૌરવ માનતો રહ્યો છું અને આ તો વળી વર્લ્ડ કપ છે, જે મારે મન વિશેષ છે. કેપ્ટનને તથા ટીમના દરેક સાથીને સપોર્ટ કરવાની સિનિયર ખેલાડી તરીકે મારી જવાબદારી રહેશે.
ક્રિસ ગેલના મતે હાલમાં ક્રિકેટમાં સૌથી શાનદાર આૅપનર કે.એલ. રાહુલ છે. રસપ્રદ બાબત એ છે કે, ઓપનર તરીકે અત્યારે ભારતની પહેલી પસંદ રાહુલ નથી. તેને વિશ્વ કપમાં ત્રીજા આૅપનર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ‘યૂનિવર્સ બાસ’નાં નામે જાણીતો ક્રિસ ગેલ અને રાહુલ સાથે કિંગ્સ ઇલેવન પંજાબ માટે આૅપનિંગ કરે છે.