વર્લ્ડકપમાં સારો દેખાવ કરવા ભારત પાસે અનુભવી ખેલાડીઓ છેઃ અમરનાથ

ભારતના ભૂતપૂર્વ ઓલ-રાઉન્ડર મોહિન્દર અમરનાથનું માનવું છે કે વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ભારતની ટીમ પાસે આગામી વન-ડે મેચોના વર્લ્ડ કપમાં સારો દેખાવ કરવા માટે આવડત અને અનુભવ છે, પણ તેના ખેલાડીઓએ યોગ્ય સમયે ઝળકવાનું રહે છે.
ભારત વર્લ્ડ કપમાં તેની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સધમ્પ્ટન ખાતે પાંચમી જૂને રમનાર છે.
“મારું માનવું છે કે ભારતીય ટીમ પાસે સારી આવડત અને અનુભવી ખેલાડીઓ છે જેઓએ યોગ્ય સમયે સારો દેખાવ કરવાનો રહે છે, એમ અમરનાથે અહીં એક કાર્યક્રમમાં  હતું. ભારતની ૧૯૮૩ના વર્લ્ડ કપ વિજયી ટીમના મુખ્ય સભ્ય અમરનાથે એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે ફાસ્ટ બાલર જસપ્રીત બુમરાહ વર્લ્ડ કપમાં ભારતના સંગ્રામમાં મહ¥વનો ભાગ ભજવશે.
“જસપ્રીત (બુમરાહ) ઘણો સારો બાલર છે અને તેની બાલિંગમાં ઘણી વિવિધતા છે અને મારું માનવું છે કે ભારત વતી તે મુખ્ય ભમિકા ભજવશે, એમ રાષ્ટ વતી ૬૯ ટેસ્ટ અને ૮૯ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમેલા ૬૮ વર્ષના અમરનાથે કહતું.