વરૂણ પટેલના નિવેદન પર મનોજ પનારાનો જવાબ

ભાજપના નેતા વરુણ પટેલે હાર્દિક પટેલ અને પાટીદાર અનામત અંદોલન પર કરેલી ટિપ્પણની પર PAAS કન્વીનર મનોજ પનારાએ પ્રતિક્રિયા આપી હતી.

મનોજ પનારાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વરુણભાઈ એ કશું બોલવાનો અધિકાર ગુમાવી ચૂંક્યા છે. પાટીદાર સમાજ માટે કોઈ પણ શબ્દ વાપરવા એ વરુણભાઈ માટે નકામાં છે. એટલા માટે એટલા માટે કે, ચાલુ આંદોલને જયારે અનામત ન હોતી મળી ત્યારે વરુણ પટેલ મેદાન છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. એટલા માટે મારે કઈ ટીકા ટીપ્પણી કરવી નથી. પણ એ અંદોલન માટે કઈ બોલવાનો અધિકાર ગુમાવી ચૂંક્યા છે. હવે ભાજપના પ્રવકતા તરીકે એમનો ધરમ, ફરજ અને અધિકાર છે એટલે એ ભાજપની વાત કરે અને અમારી વિરુદ્ધ વાત કરે એ એમની ફરજ છે. એટલે એ કર્યા રાખે પણ વાસ્તવિકતા એ છે કે, જે લડાઈ ચરમ સીમાએ હતી. ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ કહેતા હતા કે, અનામત મળે જ નહીં. કોઈ સરતે ન મળે અને એવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાટીદાર સમાજને અનામત આપવી પડી છે. એ જ અમરો વિજય અને બાકીના મુદ્દાઓ સાથે અમારી લડાઈ ચાલુ છે.

મનોજ પનારાએ વધુમાં જણાવ્યું હતું કે, વરુણભાઈ માત્ર સુફિયાણી વાતો કરે છે. ડાહી ડાહી વાતો કરે છે. મીડિયાને મલમ પટ્ટી લગાવે છે બટર પટ્ટી લગાવે છે. સત્ય બોલવું જોઈએ અને ડંકાની ચોટ પર બોલવું જોઈએ કે, આંદોલન ચરમ સીમાએ હતું ત્યારે ક્યા પોઈન્ટ પર એ આંદોલન છોડીને ગયા છે. એ મીડિયાના મિત્રો નહીં પણ ગુજરાતની જનતા પણ જાણે છે. પાટીદાર સમાજના યુવાનો અને મીડિયાના મિત્રો વાસ્તવિકતા જાણે છે એટલે ટીકા ટીપ્પણી કરતી નથી. મારા જુના બોવ સારા મિત્ર છે, એટલે એક વાત મારે કહેવી છે કે, ભાજપના પ્રવક્તા તરીકે જ્યારે મારે એટલુ જ કહેવું છે કે, જીતુ વાઘાણીથી લઇને, મુખ્યમંત્રીથી લઇને, નીતિન પટેલથી લઇને બાધા જ લોકો કહેતા હતા કે, પાટીદાર સમાજને અનામત મળે જ નહીં, બંધારણમાં જોગવાઈ જ નથી. તો આ બંધારણ ક્યાંથી આવ્યું. ક્યા બંધારણમાંથી આ અનામત આવ્યું. અને બીજું જો તમારે અનામત આપવું હતું કે, સાડાચાર વર્ષ સુધી આ સમાજ પર દમન શા માટે કર્યું. આ સમાજને રોડ પર લાવીને શા માટે મૂકી દીધો. 14 યુવાનોની હત્યા તમે શું કામ કરાવી, શુ કામ અમારી બેન દીકરીઓ પર લાઠી ચાર્જ કરાવ્યો. શા માટે અમારા લોકો પર રાજદ્રોહ કર્યો. આજે પણ અમે કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છીએ. દુનિયાનું પહેલી આંદોલન એવુ હશે કે, મુખ્ય માંગણી પૂર્ણ થઇ હોય અને પેટા માંગણીઓ આ સકરાર નિષ્ઠુર બનીને પૂર્ણ કરતી નથી.

મનોજ પનારાએ વધુમાં જણાવતું હતું કે, સરકારને ખબર નથી અમે આગેવાનો સાથે ચર્ચા કરીને પ્રેમથી અમે તમને કહેવા આવવાના છીએ કે, મહેરબાની કરીને થયેલા કેસ પાછા ખેંચો અલ્પેશની જેલ મુક્તિ કરો નહીંતર 2014, 15, 16, 17 ભૂલી ન જતા આ એજ સમાજ છે જે ફરીથી મેદાન પર આવશે તો તમારે રસ્તા પર હાલવું પણ કઠણ થઈ જશે.