વરુણ ધવન-નતાશા દલાલની પ્રી વેડિંગ સેરેમની મુંબઈમાં, ‘મેન્શન હાઉસ’ રિસોર્ટમાં ફેરા…

મુંબઈ : વરુણ ધવન લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ૨૪ જાન્યુઆરીના રોજ અલીબાગમાં લગ્ન કરવાનો છે. સૌ પહેલાં મુંબઈમાં પ્રી વેડિંગ ફંક્શન શરૂ થશે. આ ફંક્શનમાં ધવન પરિવાર દલાલ પરિવારના ઘરે જશે. સૂત્રોના મતે, મુંબઈમાં વરુણ-નતાશાના લગ્નનું પહેલું ફંક્શન યોજવામાં આવશે. આ પહેલું ફંક્શન ચુંદડી ઓઢાડવાનું છે. આ સેરેમનીમાં ધવન પરિવારના સભ્યો દલાલ પરિવારના ઘરે જશે. તેઓ જ્વેલરી, સ્વીટ્‌સ, ગિફ્ટ તથા નતાશા માટે લાલ રંગના આઉટફિટ લઈને જશે. વરુણ ધવનની માતા લાલ રંગની સાડી કે ચુંદડી કે પછી દુપટ્ટો નતાશાના માથે ઓઢાડશે. વરુણ ધવનના પ્રી વેડિંગ ફંક્શન ૨૨ જાન્યુઆરીથી અલીબાગમાં શરૂ થશે. સૌ પહેલાં સંગીત સેરેમની, મહેંદી સેરેમની કોકટેલ પાર્ટી, વેડિંગ તથા બે રિસ્પેશન યોજાશે.
વરુણ ધવન તથા નતાશા રાતના નહીં પરંતુ બપોરના સમયે લગ્ન કરશે તેવું માનવામાં આવે છે. વરુણ ધવન તથા નતાશા દલાલ ૨૧ કે ૨૨ જાન્યુઆરીના રોજ કારમાં અલીબાગ જશે. વરુણ ધવન કે નતાશા દલાલના પરિવારે હજી સુધી લગ્ન અંગે કોઈ જાહેરાત કરી નથી. સૂત્રોના મતે વરુણ અલીબાગમાં આવેલા મેન્શન હાઉસ રિસોર્ટમાં લગ્ન કરશે. આ રિસોર્ટમાં ૨૫ રૂમ છે. અલીબાગ જેટીથી આ રિસોર્ટ માત્ર ૧૦ મિનિટના અંતરે છે. માનવામાં આવે છે કે વરુણ તથા નતાશાના લગ્ન રોયલ વેડિંગથી ઓછા નહીં હોય. અનુષ્કા-વિરાટ કોહલીના લગ્નમાં જે વેડિંગ પ્લાનર હતા, તે જ પ્લાનરે વરુણ ધવનના લગ્નની વ્યવસ્થા સંભાળી છે.
લગ્નમાં ૨૦૦ મહેમાનો હાજર રહેશે. વરુણ-નતાશા ૨૦૨૦માં વિયેટનામમાં લગ્ન કરવા માગતા હતા પરંતુ કોવિડ ૧૯ને કારણે શક્ય બન્યું નહીં. વરુણ તથા નતાશાના પ્રી વેડિંગ ફંક્શનની શરૂઆત સંગીત સેરેમનીથી થશે. સેરેમનીમાં વરુણ ધવનના ક્લોઝ ફ્રેન્ડ્‌સ સામેલ થશે, જેમાં સારા અલી ખાન, કરન જોહર, મનિષ મલ્હોત્રા, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, જાહન્વી કપૂર-ખુશી કપૂર, જેકી ભગનાની, કેટરીના કૈફ, નીતુ સિંહ, કિઆરા અડવાણી, અનિલ કપૂર, રેહા કપૂર, હર્ષ વર્ધન કપૂર, શશાંક ખૈતાન, સલમાન ખાન હાજર રહેશે. વરુણ ધવનની ક્લોઝ ફ્રેન્ડ સોનમ કપૂર લગ્નમાં સામેલ થઈ શકશે નહીં. હાલમાં તે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.