વતનના નાગરિકોની આરોગ્ય સેવાઓ માટે મદદરૂપ થતું AAPI ઓર્ગેનાઇઝેશન…

અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)

અમેરિકન એશોશિએશન ઓફ ફીઝીશીઅન્શ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI)એ ભારતની એપોલો હોસ્પિટલ ગૃપની કંપની હેલ્થનેટ ગ્લોબલ લીમીટેડ (HNG)સાથે દેશના છેવાડાના વિસ્તારોમાં વસતા પ્રજાજનોને આરોગ્ય સેવાઓ આપવા માટે MOU કર્યા છે. જેનાથી આ પછાત વિસ્તારોના લોકોને સમયસર યોગ્ય આરોગ્ય સારવાર મળી રહેશે. ઉલ્લેખનીય છે કે ૧ લાખ જેટલા મેમ્બર ધરાવતું AAPI સૌથી મોટુ ઓર્ગેનાઇઝેશન છે. જે ભારતમાં આરોગ્ય સેવાઓ માટે મદદરૂપ થાય છે. તેણે તાજેતરમાં ૨૧ થી ૨૪ જુલાઇ ૨૦૧૯ દરમિયાન હૈદ્દાબાદમાં મળેલી ૧૩મી વાર્ષિક ગ્લોબલ હેલ્થકેર સમિટમાં ઉપરોકત MOU કર્યા છે. તેવું UNN દ્વારા જાણવા મળે છે.

  • Nilesh Patel