વડોદરા : રખડતી ગાયો મુદ્દે બીલ ગામ સહિતના સરપંચોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું…

  • ગામોના ખેડુતોના હિતમાં આ મુદ્દે યોગ્ય કડક પગલા ભરવા સરપંચો-ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે…

  • કેટલાક માથાભારે ભરવાડો દ્વારા ગાળાગાળી પર ઉતરી જઈ જણાવેલ કે ભરવાડોને કોઈની પણ પરવાનગી લેવાની હોતી નથી…

વડોદરા જિલ્લાના બીલ ગામ સહિત ભાયલી, ચાપડ, સમીયાલા ગામોના સરપંચો-ખેડુતો તથા બીલ ગામના જય રણછોડ ગ્રુપના સભ્યોએ જિલ્લા કલેક્ટરને માથાભારે ભરવાડો દ્વારા રખડતી મુકવામાં આવેલ ગાયોના પ્રશ્નો મુદ્દે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
જેમાં રજુઆત કરવામાં આવેલ કે, ભરવાડો દ્વારા ખેતરમાં ગાયો છુટી મુકી દઈને ખેતરમાં ભેલાણ કરેલ છે, તેમજ કેટલાક માથાભારે ભરવાડો દ્વારા ગાળાગાળી પર ઉતરી જઈ જણાવેલ કે ભરવાડોને કોઈની પણ પરવાનગી લેવાની હોતી નથી અને અમારી ગાયો માટે અમારે જ્યાં જરૂર પડે ત્યાં ભેલાણ કરી શકીએ છીએ અને અપશબ્દોનો મારો ચલાવેલ. તેમજ ભરવાડો આ રીતની ધાક-ધમકી આપે છે કે, હવે પછી આ બાબતે તમો કોઈપણ ખેડુતે વાંધો ઉઠાવ્યો છે તો જીવ ખોઈ બેસવાનો વારો આવશે. અમો વર્ષોથી પશુપાલન કરવા આવીએ છીએ અને આ રીતે જ અમારા મનમાની ચાલે છે તે તમારા વડીલોને પણ પુછી લેજો. જેથી આ સાહેબને અરજ કરી જણાવીએ છીએ કે અમોને આ માથાભારે ભરવાડો દ્વારા કોઈપણ જાતનું શારીરિક નુકશાન કે જાનહાનિ થશે તો તેની જવાબદારી સદરહુ ભરવાડોની રહેશે અને આપ સાહેબને અમારી નમ્ર અરજ છે કે સદરહુ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અમારા રક્ષણ માટેની વ્યવસ્થા કરશોજી.

  • Ravindra Patel