વડોદરા : બાલ ગોકુલમ ચિલ્ડ્રન હોમના બાળકોએ માટીમાંથી આકર્ષિત મુર્તીઓ બનાવી…

દેશમાં વધતું પાણી પ્રદુષણને રોકવાના સંદેશ-આશયથી સંસ્થાના બાળકોએ ગણપતિજીની સુંદર ઈકો ફ્રેન્ડલી મુર્તિઓ બનાવેલ છે…

વડોદરા : બાળ ગોકુલમ ચિલ્ડ્રન હોમ ફોર બોય્‌ઝ સંસ્થા કારેલી બાગ વડોદરામાં કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકોને આશ્રય આપવામાં આવે છે, સંસ્થાના બાળકો દ્વારા ઈકો ફ્રેન્ડલી માટીમાંથી ગણપતીજીની આકર્ષિત મુર્તિઓ બનાવવામાં આવેલ છે.

દેશમાં વધતું પાણી પ્રદુષણને રોકવાના સંદેશ-આશયથી સંસ્થાના બાળકોએ ગણપતિજીની મુર્તિ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરતાં અધિકારીશ્રી તથા સ્ટાફ દ્વારા યુટુબ માંથી ઈકો ફ્રેન્ડલી ગણપતિજીની મુર્તી બનાવતા શીખવેલ, જેથી બાળકો દ્વારા ક્લીન ગણપતિ, ગ્રીન ગણપતિના સંદેશ સાથે આકર્ષિત સુંદર મુર્તિઓ બનાવેલ છે.

  • Jignesh Patel