વડોદરા : ખાર ગારમેન્ટ એસોસિએશને પૂરગ્રસ્તો માટે ૯ હજાર જોડી નવા કપડાં મોકલ્યાં…

વડોદરા,
ગુજરાતી જન એની બીજાનું દુઃખ ભાંગવાની માનવતા સભર વિચારધારા અને પરોપકારની નિષ્ઠા માટે જગ જાણીતો છે.આ અડગ સદભાવના નો પુરાવો મુંબઈના ખાર ગારમેન્ટ એસોસિએશને આપ્યો છે.તેમના દ્વારા વડોદરાના પુર પીડિતો માટે રૂ. દશ લાખથી વધુ કિંમતના નવાનક્કોર કપડાંની નવ હજાર જોડ મોકલી આપવામાં આવી છે અને હાલમાં કોર્પોરેશન સાથે સંકલન થી અસરગ્રસ્તો ને એનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મદદના રૂપમાં ક્યારેય કોઈને ઉતરેલા કપડાં ના આપવા એવો આ મંડળનો વણ લખ્યો નિયમ છે.

મંડળ સાથે સંકળાયેલા અને દાહોદના નાયબ મામલતદાર હાર્દિક જોશી જણાવે છે કે જરૂરિયાતમંદોની વસ્ત્ર સેવા માટે આ મંડળે હાલના મહિનાઓમાં જ ૨૦,૦૦૦ વસ્ત્રોની જોડી ગુજરાત મોકલી છે. જોશીએ જ વડોદરાના પુરપીડિતોને વસ્ત્ર સહાયતાની મંડળની આ દરખાસ્તનું સંકલન વડોદરા જિલ્લા પ્રશાસન સાથે કર્યું છે.

સવજીભાઈ અને તેમના સાથી મહાજનો વિશ્વના દશેક દેશો સાથે વસ્ત્રોનો વેપાર કરે છે.સવજીભાઈ પોતે પણ ઘણાં ઉદારદાતા છે અને વિવિધ પ્રકારે સ્વતંત્ર રીતે અને મંડળના સહયોગ થી સમાજ સેવાના કામો અવિરત કરતાં જ રહે છે.