વડોદરામાં લેડીઝ ગારમેન્ટના ગોડાઉનમાં જુગાર રમતા છ વેપારીઓ ઝડપાયા

શહેરના વાઘોડિયા રોડ ઉપર લેડીઝ ગારમેન્ટના ગોડાઉનમાં જુગાર રમતા છ નાના-મોટા વેપારીઓને પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઝડપી પાડ્યા હતા. જુગારના સ્થળેથી રોકડ સહિત રૂપિયા ૧.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
શહેરના વાઘોડિયા રોડ ઉપર ઝવેરનગર પાસે ગીરીરાજ એપાર્ટમેન્ટના ૧૦૩ નંબરના લેડિઝ ગારમેન્ટસના ગોડાઉનમાં મોડી રાત્રે જુગાર રમાતો હતો. પેટ્રોલિંગમાં નીકળેલી બાપોદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પ્રવિણ ગ્યાનચંદ ગંજવાણી (રહે. જય મંગળ સોસાયટી, વાઘોડિયા રોડ), ગીરીશ સુરેશ મોહીનાણી (રહે. ટી-૬૭, વારસીયા), મનુ મુલચંદ પંજાણી (રહે. જયહિંદ બિલ્ડીંગ, ગાજરાવાડી), જયચંદ હિંમતમલ બુલચંદાણી (રહે. ૧૯, મહેશ્વરી સોસાયટી, બજવા), ગીરીશ ઉત્તમદાસ રામરખીયાણી (રહે. બી-૫૫, સિંધુ સોસાયટી, વારસીયા) અને વિનોદ ગોરધન ચાવલાણી (રહે. ૮, નવયુગ સોસાયટી,વારસીયા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીયાઓએ દાવ ઉપર લગાવેલા રોકડ રૂપિયા ૩૬,૫૭૦, ત્રણ ટુ-Âવ્હલર, ચાર મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા ૧,૮૯,૦૭૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.