વડોદરામાં ભારત-દ.આફ્રિકાની વિમેન્સ ટીમ વચ્ચે ૩ ડે નાઇટ વન ડે મેચ રમાશે

વડોદરા શહેરમાં આગામી ઓક્ટોબર મહિનામાં ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે ૩ ડે નાઇટ મેચોની સિરીઝ રમાશે. આ અંગે બરોડા ક્રિકેટ એસોસિયેશનની મેનેજિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત બરોડા રણજી ટ્રોફી ટીમના કોચને મહિલા ટીમના કોચ બનાવાયા છે, જ્યારે સિનિયર સિલેકશન ટીમના બે સિલેક્ટરને બદલવામાં આવ્યા છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બીસીએને મેઇલ કરી વડોદરામાં ભારત અને દ.આફ્રિકા મહિલા ટીમો વચ્ચે ૩ ડે નાઇટ વન-ડે મેચ માટેના આયોજન માટે દરખાસ્ત કરી હતી, જેને બીસીએની મેનેજિંગ બેઠકમાં મંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત રણજી ટ્રોફી ટીમના કોચ અતુલ બેદાડેને મહિલા ટીમના કોચ બનાવવામાં આવ્યા છે. રણજી ટીમના કોચની ખાલી જગ્યા માટે જાહેરાત આપવામાં આવશે. જ્યારે બીસીએની એકમાત્ર ટીમ અંડર-૨૩ દ્વારા જારદાર દેખાવ કરવામાં આવતાં ટીમના કોચ અજીત ભોઇટેને અંડર-૧૯ના હેડ કોચ બનાવવામાં આવ્યા છે. ભારે હોબાળા બાદ મુનાફ પટેલની ટીમના મેન્ટોર તરીકે નિયુÂક્ત કરાઇ છે.