વડાપ્રધાન મોદી દુર્યોધન નહીં જલ્લાદ છેઃ રાબડી દેવી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘દુર્યોધન’ કહ્યા પછી હવે આ વિવાદમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી પણ કૂદી પડ્યા છે. રાબડી દેવીએ કે, ‘વડાપ્રધાન પીએમ મોદીને પ્રિયંકાએ દુર્યોધન કહીને ખોટું કર્યું છે. તેમણે તો મોદીને જલ્લાદ કહેવા જાઈએ.’
પ્રિયંકા ગાંધીના નિવેદન પર રાબડી દેવીએ કે,’તેમણે (પ્રિયંકા) દુર્યોધન કહીને ખોટું કર્યું છે. બીજી ભાષા બોલવી જાઈએ એમને. તેઓ દરેક જલ્લાદ છે, જલ્લાદ. જે જજ અને પત્રકારને પણ મારી શકે છે, ઉઠાવી જાય છે. આવા વ્યક્તના મન અને વિચાર કેવા હશે, ખૂંખાર હશે.’ નોંધનીય છે કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર એક કહેવા પર પ્રિયંકા ગાંધીએ તેમની સરખામણી દુર્યોધન સાથે કરી હતી. રાબડીએ  કે, ત્નડ્ઢેં વાળા નાળાના કીડા જેવા છે.