વડાપ્રધાન મોદીએ માનસિક સંતુલન ગુમાવી દીધું છે, તેમને સારવારની જરૂર

કોંગ્રેસના નેતા અને છત્તીસગઢના સીએમ ભુપેશ બધેલે પીએમ મોદી અંગે વિવાદિત ટીપ્પણી કરી. તેમણે જણાવ્યુ કે, પીએમ મોદી માનસિક સંતુલન ગુમાવી ચુક્્યા છે. જેથી તેમની સારવાર કરાવવી જાઈએ. ભુપેશ બધેલે આ પ્રકારની ટિપ્પણી ત્યારે કરી જ્યારે પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ લઈને કોંગ્રેસ પર બોફોર્સમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો.
ભુપેશ બધેલે આ મામલે જણાવ્યુ કે, પીએમ મોદીએ રાજીવ ગાંધી અંગે કરેલી ટિપ્પણી બાદ તેમણે દેશની જનતા પાસે માફી માગવી જાઈએ. પીએમ મોદી એવા વ્યક્ત અંગે ટિપ્પણી કરી રહ્યા છે. જેઓ આજે જીવીત નથી. આ પ્રકારની ટિપ્પણી કરનાર પીએમ મોદી પોતાનું માનસિક સંતુલન ગુમાવી  છે.
ભુપેશ બધેલે પીએમ મોદી પર આરોપ લગાવ્યો કે, તેઓ સત્તાના ભુખ્યા છે. જેથી ભાજપને ચૂંટણીમાં ૧૫૦થી વધારે બેઠક મળવાની નથી. ત્યારે બુપેશ બધેલે કરેલી આ પ્રકારની ટીપ્પણી બાદ ભાજપે તેમની પાસે માફીની માગ કરી છે.