વડતાલ મંદિરમાં પ્રથમવાર નાસિકની દ્રાક્ષના શણગાર દર્શન…

44

આણંદ : શ્રીસ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્વહસ્તે જ્યા મૂર્તીઓની પ્રતિષ્ઠા કરી છે એવા વડતાલધામમાં ૧૯૬ વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર તાજી લીલી કાળી દ્રાક્ષના શણગાર અને સજાવટ કરવામાં આવ્યા હતા. આ માટે પૂ પુરાણીશ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ શ્રી સ્વામિનારાયણ મંદિર નાસિકથી ૨૫૦૦ કીલો દ્રાક્ષ વડતાલ મોકલાવી હતી અને પૂ શ્યામવલ્લભ સ્વામી અને સ્વયં સેવક મંડળે ભક્તિપૂર્વક અપૂર્વ સજાવટ કરીને દેવની શણગાર કર્યા હતા.

વડતાલ મંદિરના ઈતિહાસમાં આ શણગાર પ્રથમવાર હોય, હજારો ભક્તોનું પૂર ઊમટી પડ્યું હતું. સભામાં પ પૂ આચાર્ય મહારાજે પૂ માધવ સ્વામી નાસિકવાળાની સેવા ભાવનાને બિરદાવી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. રવિસભા સુવર્ણ જયંતિ પ્રસંગે ઊપસ્થિત ભક્તોને પ્રસાદમાં પણ દ્રાક્ષ આપવામાં આવી હતી. આ સમગ્ર વ્યવસ્થા પૂજારી શ્રી હરિકૃષ્ણાનંદજીએ સંભાળી હતી, એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું હતું.